પોલીસસ્ટેશન પરથી કૂદી મહિલા GRD નોઆપઘાતનો પ્રયાસ, સહકર્મીસામે કરી દુષ્કર્મની નોંધાવી ફરિયાદ, પછી જેવું થયું…

જૂનાગઢ જિલ્લાના ભેસાણ પોલીસ સ્ટેશનના ધાબા પરથીગઈકાલે એક મહિલા જીઆરડીએ કૂદકો મારી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. ઘાયલ GRD મહીલા ને પ્રથમ સારવાર ભેંસાણ આપ્યા બાદ વધુસારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ બનાવ બાદ આ મામલે મહિલા જીઆરડીએ તેના સહકર્મી સામે દુષ્કર્મની ફરિયાદ દાખલ કરી હતી. સહકર્મી જયદીપ પરમારે મહિલા સાથે મૈત્રી સંબંધ પણ જણાવ્યા હતા. ત્યારબાદ મહિલાને ગેસ્ટહાઉસમાં લઈ જઈ અને જબરદસ્તી તેની સાથે દુષ્કર્મ પણ ગુજાર્યુ હતું. આ મામલે મહિલાએ દુષ્કર્મની ફરિયાદ દાખલ કરાઈ છે. તેમ છતાં મહિલાના આપઘાતના પ્રયાસ કરતા પોલીસ દોડતી થઈ હતી.

બનાવ કંઇક આવ્યો હતો કે, ગઈકાલના મોડી સાંજનાભેસાણ પોલીસ સ્ટેશન પરથી મહિલા જીઆરડીએ કૂદકો મારી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.તેમ છતાં નીચે પટકાયેલી મહિલાને તાત્કાલિક સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવીહતી. તે સમયે વધુમાં તપાસ કરતા આ મહિલાએ તેના જ સહકર્મી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ દાખલ કરી હતી. મહિલાએ નોંઘાવેલી એફઆઈઆરમાં સહકર્મી જયદિપ પરમાર પર કટાક્ષ કરતા જણાવ્યું છે કે ‘તે પોતાના માતાપિતા સાથે રહે છે અને વર્ષ 2015 માં તેના લગ્ન થયા હતા. લગ્નબાદ તેને સંતાનમાં એક પુત્ર પણ છે. તેમ છતાં, પતિ-પત્ની વચ્ચે મનમેળ નથતા તેમણે છૂટાછેડા લઈ લીધા હતા. આ દરમિયાન થેલેસેમિયાની સારવાર દરમિયાન તેના સંતાનનું મૃત્યુ પણ થયું હતું.

આ દરમિયાન મહિલાએ દાવો કર્યો છે કે, તેને સહકર્મી જયદિપ વીરજીભાઈ પરમાર સાથે છેલ્લા દોઢ વર્ષથી સંબંધ હતા. બંને વચ્ચે 31મી મેના રોજ મિત્રતા થઈ હતી. આ દરમિયાન ગત 6 જૂનના રોજ સવારના અઢી ત્રણ વાગ્યાના સવારે જયદીપનો ફોન આવ્યો હતો અને તે મહિલાના ઘરની બહાર આવી ગયો હતો અને મહિલા સાથે ગાળાગાળી પણ કરી હતી. તેની સાથે તે બાઇક પર બેસાડીને લઈ પણ ગયો હતો.

મહિલાના આક્ષેપ અનુસાર, જયદિપે તેને જેતપુરના આશિર્વાદ ગેસ્ટહાઉસમાં લઈ ગયો ત્યાં તેની સાથે મરજી વિરુદ્ધ શારિરીક સંબંધ પણ બાંધ્યો હતો. ત્યારબાદ ભાટગામના રસ્તે કોઈની વાડીએ લઈ જઈ અને મરજી વિરુદ્ધ તેના પર દુષ્કર્મ આચર્યું હતું.

ત્યારબાદ તે સવારના તે જેતપુરના ઉત્સવ ગેસ્ટહાઉસમાં લઈ આવ્યો અને મહિલાને જાતિ વિષયક ટીપ્પણી કરીને જણાવ્યું કે, તને મારા માતાપિતા નહી અપનાવે જેથી તુ તારા માતાપિતાના ઘરે ચાલી જા. ત્યારબાદ જયદીપ મહિલાને પોલીસ મથકની બહાર મૂકીને ચાલ્યો ગયો હતો.

Scroll to Top