કોરોના મહામારી પર ભારે પડી ગઈ મહિલાની આ ફેશન, તમે પણ કહેશો વાહ….

કોરોના કાળ ચાલી રહ્યો છે. જીવ બચાવવાના સંકટમાં લોકો ઘરોમાં રહેવા લાગ્યા છે. જે બહાર નીકળી રહ્યા છે તે જીવ હાથમાં લઈને નીકળી રહયા છે અને બે-બે માસ્ક પહેરી રહયા છે. જ્યારે આ મહામારી દરમિયાન ભારતીય મહિલાઓએ નવી ફેશન સ્ટાયલ શોધી લીધી છે. કોરોનાના કારણે અત્યારે લગ્નો થઈ રહયા નથી પરંતુ ભાગ્ય જ કોઈ જગ્યા લગ્ન જોવા મળી જાય છે. જ્યારે આ દરમિયાન મહિલાઓ પોતાની ફેશન અને દાગીના દેખાડવા માટે અનેક નુસખા અપનાવતા જોવા મળી રહી છે.

એવામાં એક ફોટોસ વાયરલ થઈ રહી છે જેમાં લગ્નમાં સામેલ થયેલ એક મહિલાએ માસ્ક ઉપર મોટી નથણી પહેરી છે. આ મહિલાએ માસ્ક તો પહેર્યું છે પરંતુ પોતાની નથણીને દેખાડવાનું છોડી શકી નથી અને એટલા માટે તેને નથણીને માસ્કના ઉપર પહેરી લીધી છે જેથી બધાનું ધ્યાન તેમના પર જાય.

આઇપીએસ અધિકારી દીપાંશુ કાબરાએ આ રસપ્રદ ફોટોને પોતાના આધિકારિક ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો તો તેને ઘણા લોકો પસંદ કરવા લાગ્યા હતા. લોકો તેને જોઈને હસી રહયા છે અને ઘણી રસપ્રદ કમેન્ટ પણ કરી રહયા છે.

દીપાંશુએ આ રસપ્રદ કેપ્શન પણ આપ્યું છે, જવેલરી જુગાડ, લેવલ, સુપરઅલ્ટ્રા, પ્રો મેક્સ.

તેમ છતાં યુઝર ભારતીય મહિલાઓના શણગારનો મોહ સારી રીતે જાણે છે અને એ પણ જાણે છે કે, દાગીના પ્રતિ ભારતીય મહિલાઓનો પ્રેમ વર્ષો જૂનો છે. એકે યુઝર્સે લખ્યું છે કે, ‘એ પણ સમજવું જ્યુરીર છે કે, એક મહિલા માટે શણગારનું કેટલું મહત્વનું છે.

એક યુઝર્સે લખ્યું છે કે, ‘માસ્ક વિથ ફેશન, ભલે કેટલી પણ મહામારી આવી જાય, ફેશનમાં કોઈ ખોટ આવવા દેશે નહીં આ મહિલાઓ. ફેશનની આગળ મહામારીની ઓકાત શું છે. એક યુઝર્સે લખ્યું છે કે, હવે માત્ર લિપસ્ટિક દેખાડવાનો જુગાડ બાકી રહી ગયો છે.

Scroll to Top