પરફેક્ટ પતિ શોધવા દર અઠવાડિયે પાર્કમાં દોડે છે આ મહિલા! જાણો સમગ્ર વાત

ડેટિંગ એપ્સનો જમાનો છે, આ જમાનામાં લોકો આંખોથી ઓછા અને ફોન અને સોશિયલ મીડિયા દ્વારા વધુ સંપર્કમાં આવી રહ્યા છે. આજે અમે તમને એક એવી મહિલાની કહાની જણાવવા જઈ રહ્યા છીએ જે એક પરફેક્ટ પતિની શોધમાં છે અને આ માટે તે દર અઠવાડિયે પાર્કમાં દોડે છે. તેનું નામ મિનરીત કૌર છે, તે વેસ્ટ લંડનમાં રહે છે. 13 વર્ષ પહેલા જ તેના છૂટાછેડા થયા હતા. ત્યારથી તે તેના માતા-પિતા સાથે રહે છે. પરંતુ હવે તે પરફેક્ટ પતિની શોધમાં છે. અને આ માટે તે દર શનિવારે પાર્કમાં દોડવા જાય છે.

જુદા-જુદા પાર્કમાં જાય છે દોડવા

રિપોર્ટ્સ અનુસાર, તે દર શનિવારે અલગ-અલગ પાર્કમાં દોડવા જાય છે. તેને આશા છે કે આમ કરવાથી તેને પરફેક્ટ પતિ મળશે. જણાવી દઈએ કે મિનરીત કૌર વ્યવસાયે ફ્રીલાન્સ પત્રકાર છે. એટલું જ નહીં, હવે તે સ્વિમિંગ ટીચર બનવાની ટ્રેનિંગ લઈ રહી છે.

પાર્કરનનો લઈ રહી છે સહારો

મિનરીત માને છે કે તે ડેટિંગ એપ દ્વારા કોઈને મળવા માંગતી નથી. તેના બદલે, તે લોકોને સીધા મળવાનું પસંદ કરે છે. એટલા માટે તે ‘પાર્કરન’ની મદદ લઈ રહી છે. તમને જણાવી દઈએ કે ‘પાર્કરન’ એક કંપની છે. જે દર અઠવાડિયે લોકોની 5 કિલોમીટરની રેસનું આયોજન કરે છે. આ કાર્યક્રમ ફક્ત શનિવારે જ આયોજિત કરવામાં આવે છે. તે એક રીતે ડેટિંગ એપની જેમ ‘પાર્કરન’ નો ઉપયોગ કરી રહી છે. આખા બ્રિટનમાં પાર્કરન 2000 જગ્યાએ યોજાઈ રહ્યું છે. પોતાના ડ્રિમ હસબન્ડની શોધમાં એ ત્યાં જાય છે, દોડે છે અને લોકોને મળે છે.

એટલું સરળ નથી આ બધું

મિનરિતે કહ્યું કે શીખ સમુદાયમાં આવી કાળજી લેવી ખૂબ જ મુશ્કેલ છે. તેણે પહેલેથી જ પોતાનું મન બનાવી લીધું હતું કે તે યોગ્ય જીવનસાથી શોધવા માટે ડેટિંગ એપ્સનો આશરો લેશે નહીં. તેના બદલે, તે પોતે જ તેના ‘ડ્રીમ હસબન્ડ’ને શોધી લેશે. આથી તેને રૂબરૂ શોધવાનું શરૂ કર્યું. પત્રકારત્વમાં તેમને અનેક એવોર્ડ મળ્યા છે. તે કહે છે કે તે એક પતિની શોધમાં છે જે તેની સંભાળ રાખે.

Scroll to Top