ગણેશચતુર્થીનો ઉત્સવ 2 સપ્ટેમ્બરથી શરુ થઈ રહ્યો છે. ઘર-ઘર ગણપતિ બાપ્પા મહેમાન બનીને આવતા દસ દિવસ બિરાજમાન થશે.અને ધામ ધૂમ થી પૂજા અને આરતી કરવામાં આવશે.
ઉત્સવને લઈને અનેક જગ્યાએ તૈયારીઓ પણ શરુ થઈ ગઈ છે. ઘર, મંદિર સહિત અનેક સાર્વજનિક સ્થળોએ ગણેશ ભગવાનની મૂર્તિઓને વિધિ-વિધાન સાથે સ્થાપિત કરવામાં આવશે અને 10 દિવસ સુધી આરતી અને પૂજા કરવામાં આવશે.
બની રહ્યો છે વિશેષ સંયોગ
આ વર્ષે ગણેશચતુર્થી પર વિશેષ યોગ બની રહ્યો છે જ્યોતિષ અનુસાર ગણેશ ચતુર્થી પર 122 વર્ષ પછી નક્ષત્ર અને ગ્રહનો વિશેષ સંયોગ બની રહ્યો છે. તેમણે જણાવ્યું કે લાંબા સમય પછી ગણેશ ચતુર્થીનો તહેવાર સોમવાર થી શરુ થઈ રહ્યો છે. જે અત્યંત શુભકારી છે.
ચતુર્થી 2 સપ્ટેમ્બર સાંજે 4 કલાકથી શરુ થઈને 12 સપ્ટેમ્બર 3 વાગ્યા સુધી રહેશે. 12 સપ્ટેમ્બરના રોજ અનંત ચતુર્દશીના દિવસે ગણેશ મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે.
ગણેશ મૂર્તિ સ્થાપનાના શુભ મૂહુર્ત.
સવારે: 2 સપ્ટેમ્બરના રોજ સાંજે 4:53થી સાંજે 6:27 કલાક સુધી.
સાંજ: સાંજે 7:54 થી રાતના 10:47 સુધી મૂર્તિની સ્થાપના કરી શકાશે.
2 સપ્ટેમ્બરના રોજ ચોઘડિયા અનુસાર સવારે છ કલાકથી 7:34 સુધી, સવારે 10:40 થી બપોરે 2:51 સુધી મૂર્તિ સ્થાપના કરો.
ચતુર્થીનો સંબંધ ચંદ્રમા સાથે છે. ગણેશ ચતુર્થી ઉજવવા પાછળ એક ધાર્મિક પ્રસંગ પણ જોડાયેલો છે. માન્યતા અનુસાર આ દિવસે ગણેશ ભગવાનનો પ્રાગટ્ય દિવસ ઉજવવામાં આવે છે.
એક દિવસ જ્યારે પાર્વતી માતા માનસરોવરમાં સ્નાન કરવા માટે આવી હતી ત્યારે બાલ ગણેશને પહેરો ભરવા માટે કહ્યું હતું. આટલામાં ભગવાન શિવ ત્યાં પહોંચ્યા પરંતુ ગણેશ ભગવાને તેને અંદર જવામાં રોક્યા હતાં. જેથી ભગવાન શિવે ક્રોધિત થઈને ત્રિશુળથી ગણેશનું માથું ધડથી અલગ કર્યું છે.
જે પછી પાર્વતી માતાના ક્રોધિત થવાથી ગણેશજીને હાથીનું માથું જોડવામાં આવ્યું. ત્યારથી તેમને ગજાનન કહેવામાં આવે છે.
આ ઘટના ભાદરવાની શુકલ ચતુર્થીના દિવસે બની.આથી આ દિવસથી ગણેશજીનું વ્રત શરૂ કરવાનું મહત્વ છે. આ વ્રત કરવાથી બુદ્ધિ વિકસિત થાય છે, તમામ સંકટો હટી જાય છે અને સુખ સમૃદ્ધિ આવે છે. આમ તો ગણેશજી ના ઘણા નામ છે પણ એમને વિશેષ ગજાનન ના નામ થી ઓળખવામાં આવે છે.