નવી દિલ્હી: ટી 20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત સાથે કેટલાય સવાલો ઊભા થઈ રહ્યા છે. રિન્કૂ સિંહને કેમ નથી લેવામાં આવ્યો. ચાર સ્પિનર કેમ લીધા, હાર્દિક પંડ્યાને ઉપ કપ્તાન કેમ બનાવ્યો. ટીમ ઈંડિયાની જાહેરાતના 48 કલાક બાદ આ સવાલોના જવાબ મળ્યા છે. ભારતીય કપ્તાન રોહિત શર્મા અને ચીફ સિલેક્ટર અજિત અગરકરે પ્રેસ કોન્ફ્રેન્સ કરીને આ સવાલોના જવાબ આપ્યા છે.
બીસીસીઆઈએ ટી 20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત મંગળવારે કરી દીધી હતી. તેના લગભગ 48 કલાક બાદ ગુરુવારે ભારતીય ટીમના કપ્તાન રોહિત શર્મા અને ચીફ સિલેક્ટર અજિત અગરકરે ટીમ સાથે જોડાયેલા સવાલોના જવાબ આપ્યા હતા. ટી 20 વર્લ્ડ કપ એક જૂનથી વેસ્ટઈંડિઝ અને અમેરિકામાં રમાશે. ભારતની પ્રથમ મેચ 5 જૂને થવાની છે.
ભારતીય ટીમમાં 4 સ્પિનર કેમ પસંદ કર્યા, તેના જવાબમાં રોહિત શર્માએ કહ્યું કે, હું હાલમાં કંઈ બતાવી શકતા નથી. હું વધારે નહીં બોલું કેમ કે વિરોધી કપ્તાન પણ સાંભળી રહ્યા હોય છે. પણ એટલું નક્કી છે કે અમે ટીમમાં 4 સ્પિનર્સ રાખવા ઈચ્છીએ છીએ. વેસ્ટઈંડીઝ અથવા અમેરિકામાં મેચ દિવસમાં થશે. તેનાથી સ્પિનર્સની ભૂમિકા વધી જશે. રોહિતે ત્યાર બાદ કહ્યું કે, જ્યારે હું વેસ્ટઈંડીઝમાં પહેલી પ્રેસ કોન્ફ્રેન્સ કરીશ તો ખુલાસો કરીશ કે 4 સ્પિનર કેમ રાખ્યા. તેણે સાથે જ કહ્યું કે, ટીમ ઈંડિયામાં પંડ્યા સહિત 4 ફાસ્ટ બોલર પણ છે. એટલા માટે ટીમમાં બેલેન્સ છે.
કેએલ રાહુલને કેમ ડ્રોપ કર્યો
આ અગાઉ કેએલ રાહુલને ટીમમાં નહીં લેવાના સવાલ પર ચીફ સિલેક્ટર અજિત અગરકરે કહ્યું કે, કેએલ શાનદાર ખેલાડી છે. તેનું ટીમ માટે પણ પ્રદર્શન સારુ રહ્યું છે. પણ આઈપીએલમાં તે ઉપર બેટિંગ કરે છે. જ્યારે ટીમ ઈંડિયા માટે એવા કીપર બેટરની જરુર હતી, જે મિડિલઓર્ડરમાં રમતા હોય. ઋષભ પંત 4-5 નંબર પર રમે છે. સંજૂ સૈમસન એવો બેટર છે, જે જરુર અનુસાર ઉપર નીચે ક્યાંય પણ રમી શકે છે. એટલા માટે કેએલ રાહુલ પર ઋષભ પંત અને સંજૂ સૈમસને ભારે પડ્યા.