દેશનું પ્રથમ ડાયમંડ પ્રદર્શન કમ ઓક્શન સેન્ટર હવે સુરતમાં, તેનું એક દિવસનું ભાડું સાંભળી આંખો થઈ જશે પહોળી

સુરતમાં GJEPC દ્વારા ભારતના સૌપ્રથમ ઓક્સન હાઉસનું ઉદ્‌ઘાટન 16 મી તારીખના રોજ કરવામાં આવશે છે. જેનું એક દિવસનું ભાડું એક લાખ રૂપિયા રહેશે. આ હરાજી હાઉસ વેસુના ટાઈટેનિયમ સ્ક્વેરમાં ચોથા માળ પર બનાવવામાં આવેલ છે. તેને અંદાજે 4 કરોડ રૂપિયાનો ખર્ચ અને 2200 સ્ક્વેરફૂટમાં તૈયાર કરવામાં આવ્યું છે.

તેની સાથે ઓક્શન સેન્ટરમાં સલામત તિજોરી, લોકર સિસ્ટમ, કોન્ફરન્સ હોલ, એડવાન્સ સિક્યુરિટી સિસ્ટમ્સ સાથે પ્રદર્શન વિસ્તારની તમામ સુવિધાઓ હોવાની સાથે ડાયમંડ માઇનીંગ કંપનીઓ હીરાની હરાજીની માટે સુરત પહોંચશે.

ભારતમાં ઓક્શન હાઉસ તૈયાર કરવા આવેલ ત્રણ એજન્સીઓ, એટલે કે સેન્ટ્રલ ગવર્નમેન્ટની એજન્સી, સ્ટેટ ગવર્નમેન્ટની એજન્સી અથવા તો જીજેઈપીસી પોતે બનાવશે તો તેની માન્યતા પણ અપાશે. આ ઓક્શન હાઉસ જીજેઈપીસી દ્વારા જ તૈયાર કરાયું છે જેમાં કોન્ફરન્સ રૂમ, એડમિનિસ્ટ્રેટિવ ઓફિસ, નવરત્ન ગેલરી, સેઈફ ડિપોઝિટ વોલ્ટ, 11 વિવિંગ કેબિન મળીને કુલ 15 કેબિનની વ્યવસ્થા કરાઈ છે.

તેની સાથે રીજનલ ચેરમેન, જીજેઈપીસી, દિનેશ નાવડિયાનાં જણાવ્યા અનુસાર સુરતમાં ઘણી કંપનીઓ ખરીદી, વેચાણ, હરાજી કરવા આવતી હતી પરંતુ કોઈ હોટલોમાં આયોજનો કરવામાં આવતા હતા. ત્યાં લાઈટ, સિક્યોરટી સહિત લોકરની સુવિધા ન હોવાથી મુશ્કેલીનો સામનો પણ કરવો પડતો હતો. આવા મૂલ્યવાન માલની સુરક્ષાની સમસ્યાઓ પણ તેમના માટે એક મોટી ચિંતા રહેલી હતી. જ્યારે કેન્દ્રમાં તેને સલામત રાખવા તિજોરી સુવિધાઓ અને લોકર સુવિધાઓ પણ આપવામાં આવશે.

આ મુદ્દે જીજેઈપીસીના જણાવ્યા અનુસાર, અહીં રફ-પોલિશ્ડ ડાયમંડ, જ્વેલરી અને જેમ્સ સ્ટોનની ખરીદી, વેચાણ અને હરાજી કરવાની સુવિધા આપવામાં આવેલ છે. તેની સાથે વિશ્વનો કોઈ પણ વેપારી આ ઓક્શન હાઉસનો ઉપયોગમાં લઇ શકશે.

Scroll to Top