વર્લ્ડ હાર્ટ ડેઃ સુરતી મહિલાએ હૃદયની સાથે અંગદાન કરી ચારને આપ્યું નવું જીવન

સુરતઃ આજે વર્લ્ડ હાર્ટ ડે છે. ત્યારે હાર્ટ ડોનેશનમાં અવ્વલ રહેલા સુરતમાંથી છેલ્લા 34 મહિનામાં 20 હ્રદયના દાન કરવામાં આવ્યાં છે. ત્યારે વિશ્વ હ્રદયદિવસ એટલે કે આજે એક બ્રેઈનડેડ મહિલાના હાર્ટ સાથે ઓર્ગન ડોનેશનથી ચાર વ્યક્તિઓને નવું જીવન મળ્યું છે. સિવિલ હોસ્પિટલમાં બ્રેન ડેડ મહિલાનું હ્રદય મુંબઈની શ્રધ્ધા કનોજીયામાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે. લગ્નના 6 મહિનામાં જ ફિનાઈલ પીને આપઘાત કરનાર મહિલાના અંગદાનનો પણ પ્રથમ કિસ્સો સામે આવ્યો છે.<પાંચ દિવસની સારવાર બાદ કરાયું અંગદાન

કપિલ રોબિન (મૃતક સોનાલીનો પતિ)એ જણાવ્યું હતું કે, 30 એપ્રિલ 2018ના રોજ તેઓ લગ્ન ગ્રંથીથી જોડાયા હતા. રક્ષાબંધનના પર્વ ને લઈ પિયર ગયેલી સોનાલીએ 24મી એ બપોરે ઘરમાં ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ સોનાલીને તાત્કાલિક સારવાર માટે 108ની મદદથી સુરત સિવિલ હોસ્પિટલ ખસેડાઈ હતી. જ્યાં 28મી ની મોડી સાંજે સોનાલીનું મોત નીપજ્યું હતું.

રિપોર્ટ પોઝીટીવ આવતાં કરાયું અંગદાન

5 દિવસની સારવાર દરમ્યાન સોનાલીનું બ્રેન ડેડ થઈ ગયું હતું. જેને લઈ સિવિલના તબીબોએ અંગદાન બાબતે જાગૃતતા આપી સોનાલીને જીવતી રાખવાનો વિકલ્પ બતાવ્યો હતો. જોકે ફીનાઇલ પોઇઝન કેસમાં અંગદાન કરવા પહેલા કેટલાક લોહીના રિપોર્ટ કઢાવવા જરૂરી હતા. પરંતુ સોનાલીના તમામ રિપોર્ટ સારા આવતા પરિવારે અંગદાન કરવાનો નિર્ણય લીધો હતો. જેથી સોનાલીના હ્રદયને મુંબઈની ફોર્ટીસ હોસ્પિટલ ખાતે શ્રધ્ધા ક્નોજીયામાં સફળતાં પૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કરાવમાં આવ્યું હતું.

હાર્ટ કિડની અને લીવરનું કરાયું દાન

તમામ પ્રોસેસ ફાઇનલ થઈ ગયા બાદ શુક્રવારના રોજ સોનાલીના હાર્ટ, કિડની અને લીવર નું દાન કરી 4 જણા ને બ્રેન ડેથ સોનાલી નવું જીવન આપી ગઈ હોય એમ કહી શકાય છે. ત્યારબાદ મોડી સાંજે સોનાલીએ લગભગ 5:30 વાગે છેલ્લો શ્વાસ લીધા બાદ મોત ની ચાદર ઓઢી લીધી હતી. હાલ ઉધના પોલીસે આ કેસમાં પોસ્ટ મોર્ટમ કરાવી આગળની તપાસ હાથ ધરી છે.

સુરતમાંથી અગાઉ થયું હતું નાની ઉમરનાનું હાર્ટ ડોનેટ<સુરતમાંથી પશ્ચિમ ભારતમાં સૌથી નાની ઉમરની એટલે કે ચૌદ મહિનાના બાળક સોમનાથ સુનીલ શાહનું હૃદય ડોનેટ કરવાનું તેમજ સૌથી નાની ઉમરની વ્યક્તિ એટલે કે સાડા ત્રણ વર્ષની દીકરીમાં ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનું શ્રેય સુરતને ફાળે જાય છે.સુરતના બે હ્રદય વિદેશ ગયાં

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top