શ્યાઓમી બ્લેક શાર્ક ગેમિંગ સ્માર્ટફોન 13 એપ્રિલે લૉન્ચ થવાનો છે અને તે પહેલા આ ગેમિંગ સ્માર્ટફોનની તસવીરો ઓનલાઇન લીક થઇ ગઇ છે.
આ પહેલા ટીજરમાં સ્પષ્ટ દેખાયુ કે આ સ્માર્ટફોન સ્નેપડ્રેગન 845ની સાથે આવે છે. આમાં કર્વ્ડ એજ પણ આપ્યા છે. આને રેજરના સ્માર્ટફોનનો મોટો કૉમ્પીટીટર માનવામાં આવી રહ્યો છે.
ચાઇનીઝ સોશ્યલ મીડિયા વેબસાઇટ વીબો પર લીક થયેલી તસવીરો અનુસાર, બ્લેક શાર્કના રિયર બૉડી પર ડ્યૂલ કેમેરા અને LED ફ્લેશ આપવામાં આવ્યો છે. બ્લેક શાર્કની બ્રાન્ડિંગ વાળો લૉગો પણ રિયરમાં હશે.
લાઇવ તસવીરમાં આ સ્માર્ટફોન કસ્ટમાઇઝ કેસની સાથે દેખાઇ રહ્યો છે, જેમાં પાવર બેટરી આપવામાં આવી શક છે જેથી યૂઝર્સને એક્સ્ટ્રા પ્લે ટાઇમ આપી શકે.
વીબો પર લીક થયેલી લીક અનુસાર, બ્લેક શાર્ક OLED સ્ક્રીન અને અંડર ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સરની સાથે આવી શકે છે. શ્યાઓમી ફન્ટ પેનલ પર ફિંગરપ્રિન્ટ સેન્સર આપે છે, પણ લીક થયેલી ઇમેજમાં આ સેન્સર નથી દેખાતું, એટલે અટકળો છે કે આ અંડર સેન્સર ડિસ્પ્લેની સાથે આવશે.
આ ઉપરાંત રિપોર્ટ છે કે આ સ્માર્ટફોન સરાઉન્ડેડ સાઉન્ડની સાથે આવે છે જેથી ગેમિંગના એક્સપીરિયન્સને વધુ બેસ્ટ બનાવી શકે.
અત્યાર સુધીના રિપોર્ટ અનુસાર, શ્યાઓમી બેક્ડ કંપની બ્લેક શાર્કનો સ્માર્ટફોન 1080×2160 પિક્સલ રિઝોલ્યૂશન વાળી સ્ક્રીનની સાથે આવશે, જે 18:9 અસ્પેક્ટ રેશિયોની સાથે આવશે. આમાં 8જીબીની રેમ અને એન્ડ્રોઇડ 8.0 ઓરિયો આપવામાં આવશે.