નાના-મોટા અને બાળકો દરેક માટે: કોમ્પ્યુટર જેવી તેજ યાદશક્તિ કરવા દિવસ દરમિયાન માત્ર કરી લ્યો આ કામ

આપણા બધાના જીવનમાં કેટલીક એવી ક્ષણો આવે છે જે આપણા જીવન માટે હંમેશા યાદગાર બની જાય છે. પરંતુ આપણે તે વસ્તુઓને થોડા સમય પછી પણ યાદ રાખી શકતા નથી કારણ કે સંશોધન મુજબ, 40 પછી માનવ શરીરની યાદશક્તિ ઓછી થવા લાગે છે. પરંતુ આજે અમે એનો બેસ્ટ ઈલાજ લઈને આવ્યા છીએ જે તમારી યાદશક્તિને કમ્પ્યુટર જેવી તેજ કરી દેશે.

આ મુદ્દે ન્યુટ્રિશનિસ્ટ અંજલિ મુખર્જીએ લખ્યું કે, “તમે વિદ્યાર્થી હો, વર્કિંગ પ્રોફેશનલ હો, ગૃહિણી હો કે વરિષ્ઠ નાગરિક, જો તમે તમારી યાદશક્તિ સુધારવા માંગો છો તો તેને વધારવાના દરેક પ્રયાસ કરી તેને ચુસ્ત રીતે અનુસરવું.

યાદશક્તિ વધારવાના ઉપાય:

યોગ્ય ઊંઘ:

દરેક વ્યક્તિએ દિવસમાં ઓછામાં ઓછા 7-8 કલાકની યોગ્ય ઊંઘ કરવી જોઈએ. પૂરતા પ્રમાણમાં ઊંઘ કરવાથી મગજને આરામ મળે છે મગજ શાંત થવાથી યાદશક્તિમાં પણ વધારો થાય છે.

સ્વસ્થ આહાર:

તાજા ફળો, શાકભાજી, ઓમેગા-3 ચરબીયુક્ત ખોરાક અને એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર રેસાયુક્ત અનાજનો ખોરાક મગજને તેજ બનાવવામાં મદદ કરે છે.

આલ્કોહોલ:

ન્યુટ્રિશનિસ્ટ્સ ભલામણ કરે છે કે આલ્કોહોલ છોડી દેવો જોઈએ કારણ કે તે મગજના કોષોને મારી નાખે છે અને સતર્કતા અને યાદશક્તિના કાર્યોને નબળી પાડે છે.

ધ્યાન:

તે મનને શાંત કરવામાં, એકાગ્રતા અને યાદશક્તિ વધારવામાં પણ મદદ કરે છે.

સ્ટ્રેસ: 

સ્ટ્રેસ મેમરી માટે વિનાશક હોઈ શકે છે, અને તેથી ટાળવું જોઈએ.

Scroll to Top