બ્લેક અને વ્હાઇટ પછી હવે યલો ફંગસનો ખતરો, ગાજિયાબાદમાં મળ્યો પહેલો કેસ

કોરોના સંક્ર્મણ, બ્લેક અને વ્હાઇટ ફંગસથી હજુ રાહત પ[ણ નથી મળી ત્યાં યલો ફંગસ નામનું એક નવું સંક્ર્મણ શરૂ થઇ ગયું છે. ગાજિયાબાદમાં યલો ફંગસના પહેલા દર્દીની જાણકારી મળી છે. બ્લેક અને વ્હાઇટ ફંગ્સ પછી હવે ગજિયાબાદમાં એક દર્દીને યલો ફંગસ હોવાની જાણ થઈ છે. સારવાર કરનાર ડોક્ટર બી.પી. ત્યાગીએ જણાવ્યું છે કે, 45 વર્ષના દર્દી પહેલા કોરોના સંક્રમિત થયા હતા અને તે ડાયાબિટીસથી પણ પીડાય છે.

બ્લેક ફંગસના ઈલાજ માટે ઓટીમાં સફાઈ ચાલી રહી હતી. ત્યારે તપાસ કરતા જાણવા મળ્યું કે, દર્દી યલો ફંગસથી પણ સંક્રમિત છે. જો કે, દર્દી હાલતમાં હવે સુધારો છે. જણાવવામાં આવ્યું છે કે, આ બીમારીને મ્યુકર સ્પેક્ટિક્સ કહેવામાં આવે છે.

જણાવી દઈએ કે, યલો ફંગસે ડોકટરોની ચિંતામાં વધારો કરી દીધો છે. ડોકટરના કહેવા પ્રમાણે, આ બ્લેક અને વ્હાઇટ ફંગસથી પણ વધારે ખતરનાક હોઈ શકે છે. યલો ફંગસ એટલો ખતરનાક છે કે, તેના લીધે દર્દીનું મૃત્યુ પણ થઇ શકે છે.

ડોક્ટરે જણાવ્યું કે, અત્યાર સુધી આ યલો ફંગસ ગરોળી અને કાચિંડા જેવા જીવમાં જોવા મળતો હતો. આટલુ જ નહી, જે પણ સરીસૃપને આ ફંગસ થાય છે તે બચી શકતા નથી. તેથી તેને ખુબજ ખતરનાક અને જીવલેણ માનવામાં આવે છે. પહેલી વાર કોઈ માણસમાં આ ફંગસ જોવા મળ્યો છે.

ડોક્ટરના કહેવા પ્રમાણે, યલો ફંગસ ગંદકીના લીધે થાય છે. આ ફંગસ સામાન્ય રીતે જમીન પર જોવા મળે છે. ગરોળી અને કાચીંડા જેવા જીવમાં રોગ પ્રતિકારક ક્ષમતા ઓછી હોય તેને આ અસર કરે છે, અને નબળા પાડીને જીવલેણ બની શકે છે. ડોક્ટરનું અનુમાન છે કે કોરોનાના લીધે મનુષ્યની રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે તેના લીધે લોકો ફંગસની લપેટમાં આવે છે.

યલો ફંગસના લક્ષણો

  • નાક બંધ થઇ જવું.
  • શરીરના અંગોમાં નબળાઈ દેખાય.
  • શરીરમાં દુખાવો થાય.
  • શરીરમાં અતિશય કમજોરી
  • ધબકારા વધવા લાગે.
  • શરીરના ઘામાંથી લોહી નીકળવું.
  • શરીર કુપોષિત જેવું દેખાવા લાગે.
Scroll to Top