શું તમારા ચેહરા પર ડાઘ છે? તો એક વાર જરૂર ટ્રાઈ કરો આ ફેસપેક – જાણો કેવિ રીતે બને છે આ ફેસપેક

ઘણા લોકો પોતાના ચેહરા ના ડાગ ને દૂર કરવા માટે ઘણા પ્રયત્નો અને દવાઓ નો ઉપયોગ કરે છે, પરંતુ તે છતાં ચેહરા ના ડાગ જતા નથી, આથી અમે તમને જણાવી શુ કે આ ડાગ ને કેવી રીતે દૂર કરવા, આ ડાગ ને દૂર કરવા માટે લીલી કોથમીર ખૂબ જ ફાયદાકારક સબીત થાય છે.

લીલી કોથમીરને તમે અત્યાર સુધી ચટણી માટે કે ભોજનનો સ્વાદ વધારવા માટે ઉપયોગમાં લીધી હશે, પરંતુ આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ કે લીલી કોથમીર તમારા ચહેરા માટે પણ ઉપયોગમાં લઇ શકો છો. તમે ઇચ્છો તો તેનો પેક બનાવીને તમારા ચહેરા પર એપ્લાય કરી શકો છો.

જેનાથી તમારા ચહેરામાં ચમક આવી જશે અને સાથે ચહેરા પરના ડાગ ના નિશાન પણ ગાયબ થઇ જશે. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય કોથમીરનો પેક કોથમીર અને એલોવેરા, જો તમારે તમારી ત્વચા ની સુંદરતા વધારવી હોય તો તમારે આ પેક નો ઉપયોગ કરવો જોઈએ અને જો તમે તમારી ત્વચા પર વધતી ઉંમરની અસર ઓછી કરવા માંગો છો તો આ પેકનો ઉપયોગ કરી શકો છો.

આ પેક કરચલી અને ફાઇન લાઇન્સને ઓછી કરવામાં મદદ કરે છે. જેના માટે તમે એલોવેરા જેલ અને પીસેલી કોથમીરને મિક્સ કરી પેક બનાવી શકો છો. જેને તમે તમારા ચહેરા પર લગાવી લો સૂકાઇ ગયા બાદ તેને પાણીની મદદથી ધોઇ લો. થોડાક દિવસ આ ઉપાય કરવાથી તમને ફરક જોવા મળશે. અને તમારા ચેહરા ની સુંદરતા વધુ સારી બની જશે.

કોથમીર અને લીંબુ, કોથમીર અને લીંબુ નો પેક બનાવાથી તમારા ચેહરા પર ના ખીલ ગાયબ થઈ જાય છે. જો તમે ખીલની સમસ્યાથી પરેશાન છો કે બ્લેક હેડ્સની સમસ્યાથી છૂટકારો મેળવવા માંગો છો તો લીમડાના ફેસપેક એક બેસ્ટ ઓપ્શન છે.

કોથમીર તમારી ડેડ સ્કિન સેલ્સને દૂર કરીને ત્વચાને ચમકીલી બનાવે છે. જેને બનાવવા માટે તમે કોથમીર પીસી લો અને તેમા અડધા લીંબુનો રસ નીચવી લો. તેને થોડીક વાર ત્વચા પર લગાવી લો અને પછી પાણીની મદદથી સાફ કરી લો.

આમ કરવાથી તમારી ત્વચા પર ના ખીલ દૂર થઈ જશે.કોથમીર અને દૂધ,કોથમીર અને દૂધ નું મિશ્રણ તૈયાર કરી તમારો ચહેરો સુંદર બનાવી શકો છો. જો તમે કુદરતી તમારી ત્વચામાં ચમક લાવવા માંગો છો તો કોથમીરને દૂધની સાથે મિક્સ કરીને લગાવો. કોથમીર ડેડ સ્કિન સેલ્સને બહાર નીકાળે છે અને દૂધ કુદરતી રીતે ત્વચાને ક્લીન કરે છે. જેના કારણથી ત્વચાને અંદરથી યોગ્ય રીતે સ્વચ્છતા થઇ શકે છે.

આ પેકને બનાવવા માટે પહેલા કોથમરીને પીસી લો. અને તેમા દૂધ મિક્સ કરી લો. તે બાદ તેમા થોડૂંક દૂધ, મધ અને લીંબુનો રસ મિક્સ કરી બરાબર પેસ્ટ બનાવી લો, હવે તેને ચહેરા પર લગાવી લો અને તે બાદ સાદા પાણીથી તેને ધોઇ લો.આમ કરવાથી તમારી ચેહરા ની કુદરતી ચેહરા ની ચમક આવશે, અને તમારો ચહેરો ખુબજ સુંદર દેખાશે. એટલા માટે તમે આ પેક નો ઉપયોગ કરો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top