ભારતીય સંસ્કૃતિ માં નામનું બોવ મહત્વ આપવામાં આવેલ છે, જેમાં રાશિ પ્રમાણે નામ હોઈ તો જીવન સારું જાય એવી માન્યતા પણ છે, ત્યારે આજે એવી જ નામ ની વાત કરીશું જેને બદલ્યા પછી આમનું જીવન બદલાઈ ગયું..
મિથુન ચક્રવર્તી.
બોલિવૂડમાં એવા અનેક એક્ટર્સ છે કે જેઓ બોલિવૂડમાં પ્રવેશ્યા તે પહેલા તેમનું નામ કંઈક અલગ હતું. પણ, નામ બદલ્યા બાદ આ બોલિવૂડ એક્ટર્સને મળી છે અપાર સફળતા. જેમકે બોલિવૂડ એક્ટર મિથુન ચક્રવર્તીનું મૂળ નામ ‘ગૌંરાંગા ચક્રવર્તી છે. તો ચાલો જાણીએ અન્ય બોલિવૂડ સેલેબ્સના અસલી નામ વિશે.
અમિતાભ બચ્ચન.
બોલિવૂડના બિગ બી એવા અમિતાભ બચ્ચનનું મૂળ નામ ‘ઈન્કિલાબ શ્રીવાસ્તવ’ છે. આજે લોકો તેમને અમિતાભ બચ્ચનના નામથી ઓળખે છે.
પ્રભાસ.
ફિલ્મ બાહુબલીથી પ્રખ્યાત થયેલા એક્ટર પ્રભાસનું આખું નામ બહુ ઓછા લોકો જાણે છે. એક્ટર પ્રભાસનું પૂરું નામ ‘વેંકટા સત્યનારાયણ પ્રભાસ રાજુ ઉપાલપતિ’ છે.
જોહ્ન અબ્રાહમ.
એક્ટર જોહ્ન અબ્રાહમનું અસલી નામ ‘ફરહાન અબ્રાહમ’ છે.
જોહ્ની લીવર.
બોલિવૂડના જાણીતા કોમેડિયન એવા જોહ્ની લીવરનું અસલી નામ ‘જોહ્ન પ્રકાશ રાવ જાનુમલા’ છે.
ટાઈગર શ્રોફ.
એક્ટર ટાઈગર શ્રોફનું અસલી નામ ‘જય હેમંત શ્રોફ’ છે.
સલમાન ખાન.
સુપરસ્ટાર સલમાન ખાનનું અસલી નામ ‘અબ્દુલ રાશિદ સલીમ સલમાન ખાનછે.
સની દેઓલ.
એક્ટર સની દેઓલનું અસલી નામ અજય સિંહ દેઓલ’ છે.
રેખા.
બોલિવૂડ એક્ટ્રેસ રેખાનું અસલી નામ ‘ભાનુરેખા ગણેસન’ છે.
અશોક કુમાર
બોલિવૂડના જાણીતા અભિનેતા અશોક કુમારનું નામ ‘કુમુદલાલ ગાંગુલી હતું.
કિશોર કુમાર
સિંગર અને એક્ટર કિશોર કુમારનું સાચું નામ ‘આભાસ કુમાર ગાંગુલી હતું.
શુ તમને ખબર હતી, આમનું સાચું નામ કમેન્ટ કરી ને જણાવજો ચોક્ક્સ..