India

ભારતીયોએ ક્રીપ્ટો કરન્સીમાં કર્યું એટલું બધુ રોકાણ કે આંકડો જાણીને ચોંકી જશો!

ભારતીયો માટે કિંમતી ધાતુ સોનું મૂડીરોકાણ માટે હંમેશા પસંદગીનું સ્રોત રહ્યુ છે જો કે સમય પરિવર્તનની સાથે સોનાનું સ્થાન હવે ક્રિપ્ટકરન્સી લઇ રહી છે તેવું દેખાઇ રહ્યુ છે. ભારતમાં ક્રિપ્ટોકરન્સીના ખરીદ-વેચાણ ઉપર પ્રતિબંધ છે છતાં ભારતીયો દ્વારા ક્રિપ્ટોકરન્સીઓમાં મૂડીરોકાણ છેલ્લા એક વર્ષની દરમિયાન બમણું થયુ છે.

ક્રિપ્ટો કરન્સીની વિશ્વબજારમાં આજે ઘટયા ભાવથી ઝડપી તેજી જોવા મળી હતી. ઘટયા મથાળે નવું બાઈંગ બજારમાં આવ્યાના નિર્દેશો હતા. બિટકોઈનના ભાવ જે નીચામાં 30 હજાર ડોલર નજીક ઉતરી ગયા હતા તે ત્યારબાદ ઉછળતા રહી આજે ઉંચામાં 35 હજારની ઉપર 35286થી 35287 ડોલર થઈ 34377થી 34378 ડોલર રહ્યા હતા.

બિટકોઈનમાં આજે 32થી 33 અબજ ડોલરનું ટ્રેડીંગ થયું હતું તથા બજાર ભાવ વધતાં માર્કેટ કેપ જે ઘટી 600 અબજ ડોલરની અંદર ઉતરી 574થી 575 અબજ ડોસર થઈ રહ્યું હતું તે આજે ફરી વધી 600 અબજની સપાટી કુદાવી 644થી 645 અબજ ડોલર થયાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું.

ભારતીયો પરિવારોના ઘરમાં 25,000 ટનથી વધારે સોનું પડેલુ છે. જો કે હવે લોકો ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવા આકર્ષાયા છે. એક રિસર્ચ રિપોર્ટ મુજબ ભારતીયો દ્વારા ક્રિપ્ટોકરન્સીમાં મૂડીરોકાણ છેલ્લા એક વર્ષમાં 20 કરોડ ડોલરથી વધીને 40 અબજ ડોલરે પહોંચી ગયુ છે. જો કે ભારતની મધ્યસ્થ બેન્ક ક્રિપ્ટોકરન્સીના વધી રહેલા આકર્ષણથી ખુશ નથી અને તેના ટ્રેડિંગ પર પ્રતિબંધ મૂક્યો છે.

32 વર્ષીય એક મહિલા રિચી સૂદ એવા રોકાણકારોમાં શામેલ છે, જેમણે સોનાના બદલે ક્રિપ્ટોકરન્સીમાં નાણાં રોકવાનું શરૂ કર્યુ છે. પાછલા વર્ષના ડિસેમ્બરથી અત્યાર સુધીમાં તેમણે 10 લાખ રૂપિયાથી વધારે ઇન્વેસ્ટમેન્ટ કર્યુ છે.

તેમાંથી કેટલીક રકમ તેમણે પોતાના પિતાથી ઉધાર લીધી હતી. તેમણે મુખ્યત્વે બિટકોઇન, ડોગીકોઇન અને ઇથરમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યુ છે. ક્રિપ્ટોકરન્સીમાં ઇન્વેસ્ટમેન્ટથી તેમને વધારો નફો પણ મળ્યો છે. ચાલુ વર્ષે ફેબ્રૂઆરીમાં જ્યારે બિટકોઇનની કિંમત 50,000 ડોલરને આંબી ગઇ ત્યારે તેમણે જબરદસ્ત નફાવસૂલી કરી હતી.

અલબત્ત તાજેતરમાં આવેલા મોટા કરેક્શન બાદ તેમણે ફરીથી બિટકોઇનમાં રોકાણ કર્યુ છે. આનાથી તેમને પોતાના બિઝનેસનું વિસ્તરણ કરવામાં ઘણી મદદ મળી છે. ઇન્વેસ્ટમેન્ટ એક્સપર્ટ્સનું કહેવુ છે કે, ગોલ્ડ અને પ્રોપર્ટી કરતા ક્રિપ્ટોકરન્સી વધારે પારદર્શક છે અને ટુંકાગાળામાં વધારે રિટર્ન આપે છે.

ભારતમાં હાલ 1.5 કરોડથી વધારે એવા રોકાણકારો છે, જે ડિજિટલ કોઇનનું ખરીદ-વેચાણ એટલે કે ટ્રેડિંગ કરી રહ્યા છે. અમેરિકામાં ક્રિપ્ટોકરન્સીના ઇન્વેસ્ટર્સની સંખ્યા 2.3 કરોડ છે અને ઇંગ્લેન્ડમાં હાલ 23 લાખ લોકોએ ઇન્વેસ્ટમેન્ટ કર્યુ છે. આવી રીતે ક્રિપ્ટોકરન્સીમાં ઇન્વેસ્ટમેન્ટના મામલે ભારતીય રોકાણકારોની સંખ્યા અમેરિકાની નજીક બહુ જલ્દી પહોંચી શકે છે.

ભારતમાં ક્રિપ્ટોકરન્સીના પહેલા એક્સચેન્જના સ્થાપકનું કહેવુ છે કે, ક્રિપ્ટોકરન્સીમાં ઇન્વેસ્ટમેન્ટ મામલે સૌથી વધારે રસ 18થી 35 વર્ષના લોકો દર્શાવી રહ્યા છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલની નવી રિપોર્ટમાં જાણવા મળ્યુ છે કે, ભારતમાં 34 વર્ષથી ઓછી વયના લોકો વૃદ્ધોની તુલનાએ સોનામાં ઓછું ઇન્વેસ્ટમેન્ટ કરવા ઇચ્છે છે.

ક્રિપ્ટોકરન્સીની વ્યાપક સ્વીકાર્યતાને રોકતી સૌથી મોટી અડચણ એક નિયામકીય અનિશ્ચિતા છે. પાછલા વર્ષે સુપ્રીમ કોર્ટે બેન્કિંગ સંસ્થાઓ દ્વારા ક્રિપ્ટોકરન્સી ટ્રેડિંગ પર પ્રતિબંધ મૂકનાર વર્ષ 2018ના નિયમને રદ કરી દીધો, જેના પરિણામે ભારતમાં ક્રિપ્ટો ટ્રેડિંગ જબરદસ્ત વધ્યુ છે.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker