ગોવર્ધન પર્વત વિશે ની માન્યતા માં મળતી માહિતી મુજબ આ માહિતી સૌથઈ ચર્ચિત છે. કૃષ્ણ ભગવાનના કાળમાં હિંસા બહુ વધી ગઈ હતી. તે કૃષ્ણ ભગવાને પછી શું કર્યું? ગોવર્ધન પર્વત ઝાલ્યો, એક આંગળીથી. હવે ગોવર્ધન પર્વત આંગળી પર ઝાલ્યો, એ શબ્દ સ્થૂળમાં રહ્યો.
પણ લોક એની સૂક્ષ્મ ભાષા સમજ્યા નહીં. ગોવર્ધન એટલે ગાયોનું વર્ધન કેમ થાય એવું બધું ઠેર ઠેર પ્રયોજન કર્યું અને ગોરક્ષાનું પ્રયોજન કર્યું. વર્ધનનું અને રક્ષાનું બન્ને પ્રયોજન કર્યું. કારણ કે હિન્દુસ્તાનના લોકોનું મુખ્ય જીવન જ આની પર છે. એટલે બહુ જ હિંસા વધી જાયને ત્યારે બીજું બધું છોડી દઈને પહેલું આ સાચવો.
અને જે હિંસક જાનવરો છે ને, એને માટે તો આપણે કશું કરવાની જરૂર નથી. એ જાનવરો પોતે જ હિંસક છે. એને માટે તમારે કશું કરવાની જરૂર નથી. તે એને કોઈ મારતા ય નથી ને એ ખવાય પણ નહીં ને આ બિલાડાને કોણ ખાય કૂતરાને કોણ ખઈ જાય? કોઈ ના ખાય ને કોઈથી ખવાય પણ નહીં. એટલે આ એકલું જ, ગોવર્ધન અને ગોરક્ષા, બે વસ્તુ જ પહેલી પકડવા જેવી છે.
ગોવર્ધનના બહુ ઉપાય કરવા જોઈએ. કૃષ્ણ ભગવાને એક આંંગળી ઉપર ગોવર્ધન કર્યુંને, તે બહુ ઊંચી વસ્તુ કરી હતી! એમણે ઠેર ઠેર બધી ગોવર્ધનની સ્થાપના કરી હતી અને ગોશાળાઓ ચલાવી દીધી. હજારો ગાયોનું પોષણ થાય એવું કર્યું. ગોવર્ધન અને ગોરક્ષા, આ બે મૂકી દીધું. રક્ષા કરી તેથી અટક્યું. અને પછી ઠેર ઠેર દૂધ-ઘી બધી ય ચીજ મળ્યા કરે ને! એટલે ગાયો બચાવવા કરતાં ગાયોની વસ્તી કેમ કરીને વધે એ બહુ કરવાની જરૂર છે.
ગાયો રાખવાથી આટલા ફાયદા છે, ગાયોના દૂધમાં આટલા ફાયદા છે, ગાયોના ઘીમાં આટલા ફાયદા છે, એ બધું ઓપન કરવામાં આવે અને ફરજિયાત તો નહીં પણ મરજિયાતમાં લોકોને પોતે સમજાવી અને દરેક ગામોમાં ગાયોનો રિવાજ કરવામાં આવે તો ગાયો બધી બહુ વધી જાય. પહેલા બધે ગોશાળા રાખતા હતા, તે હજાર હજાર ગાયો રાખતા હતા. એટલે ગાયો વધારવાની જરૂર છે.
આ તો ગાયો વધતી નથી અને એક બાજુ આ ચાલ્યા કરે છે. પણ આ તો ના કહેવાય નહીં કોઈને ય આપણે! ના કહીએ તો ગુનો કહેવાય.અને કોઈ ઓછું ખોટું કરે છે. બચાવે છે.આ કહાની હાલમાં સૌથી વધારે પ્રચલિત છે.
હવે અમે તમને જે જણાવવા ના છીએ તે ખુબજ નવાઈ લાગે તેવી બાબત છે.એવું કેહવાઈ છે કે આ ની માહિતી ગૂગલ માં પણ નથી. ગોવર્ધનનું મહાત્મ્ય આપણે બધા જ એ દંતકથાથી વાકેફ છીએ જેમાં કૃષ્ણ ભગવાને તેમની ટચૂકડી આંગળી પર ગોવર્ધન પર્વત ઊઠાવીને ઈન્દ્રનું અભિમાન તોડ્યું હતુ.
કૃષ્ણના જન્મસ્થળ મથુરાથી 22 કિ.મી દૂર આવેલો છે ગોવર્ધન પર્વત. તે વૃંદાવન અને મથુરા બંનેથી નજીક પડે છે અને અડધાથી એક કલાક દૂરી પર આવેલો છે. આ બધી જ માહિતી તમને ગૂગલ પર મળશે પણ તમે જો અહીં જવાનું વિચારતા હોવ તો અમે તમને એવી કેટલીક બાબતો જણાવવા જઈ રહ્યા છે.
જે તમારા માટે જરૂરી છે અને અહીંના પ્રવાસમાં તમને ખરેખર ઘણી કામ લાગશે.રાઈવ કરવાની મજા આવશે તાજ એક્સ્પ્રેસ વે બન્યા બાદ દિલ્હીથી ગોવર્ધન ડ્રાઈવ કરીને જવાની ખૂબ જ મજા પડે છે. રસ્તા એટલા સ્મૂધ છે કે 140ની સ્પીડે ગાડી જાણે હવામાં ઊડતી હોય તેવો અહેસાસ થાય છે.
વળી રસ્તાની આસપાસ ઘણા ફૂડ કોર્ટ્સ આવે છે જ્યાં તમે ખાણીપીણીની મજા માણી શકો છો. મેક ડોનલ્ડ્સ, સીસીડીથી માંડીને પંજાબી ઢાબા સુધી બધું જ તમને આ હાઈવે પર મળશે. અહીં તમે ટ્રક ડ્રાઈવર્સ જમે તેવા ચારપાઈવાળા ઢાબા પર જમશો જો જલો પડી જશે.
તમે 100ની સ્પીડ પર કાર ચલાવતા હોવ ત્યારે આવા નાના મોટા ઢાબા નજરમાંથી છટકી જાય તે સ્વાભાવિક છે. આવામાં ઢાબુ શોધવાને બદલે ટ્રક શોધો. જ્યાં ત્રણ-ચાર ટ્રક પાર્ક થયેલી હશે ત્યાં ઢાબુ હશે જ. અહીં પરોઠા અને માખણ ખાશો તો રજાની મજા બમણી થઈ વાસ્તવમાં આવો છે ગોવર્ધન પર્વત સ્વાભાવિક છે કે તમે પહેલીવાર ગોવર્ધન જતા હોવ તો તમે મનમાં વિશાળ પર્વતની કલ્પના કરી હોય. આખી દુનિયામાંથી લોકો 21 કિ.મીની ગોવર્ધનની પરિક્રમા કરવા આવે છે.
પરંતુ ત્યાં જશો તો તમારે ખરેખર પર્વત શોધવો પડશે. એક વખતે ગોવર્ધન પર્વત ખરેખર વિશાળ હશે પરંતુ ખોદકામ અને ભૂસ્ખલનને કારણે હવે તે એટલો નાનો થઈ ગયો છે કે તે શોધવો પડે. કોઈ તમને આંગળી ચીંધીને ન બતાવે ત્યાં સુધી તો ગોવર્ધન પર્વત કયો તે ખબર પણ નથી પડતી. વાયકા મુજબ શ્રાપને કારણે ગોવર્ધન નાનો થતો જાય છે. 8 કિ.મી લાંબો, બ્રાઉન અને સૂક્કો ભટ્ટ ગોવર્ધન તમે કલ્પના કરી છે તેના કરતા સાવ જુદો જ છે.
માત્ર શાકાહારી ભોજનજો કે ગોવર્ધન યાત્રા સ્થળ હોવાની પવિત્રતા જળવાઈ રહી છે. આજની તારીખે અહીં ન તો દારુ મળે છે ન તો નોન વેજ ફૂડ. અહીંની હોટેલમાં મળતુ શાકાહારી ભોજન ખૂબ જ ટેસ્ટી હોયછે. આવા પ્રકારના લોકો ભટકાશે તમે ગોવર્ધન શો તો તમને જાતજાતના લોકો ભટકાશે.
અહીંના મોટા ભાગના સ્થાનિક પુરુષો ચોટી રાખે છે, ઘણા હાથમાં માળા ફેરવતા જોવા મળશે, ભગવો પહેરેલા સાધુ ચિલ્લમ ફૂંકતા જોવા મળશે. સામે જે પણ વ્યક્તિ મળશે તે રાધે રાધે બોલી તમારુ અભિવાદન કરશે. ધોતી કુર્તામાં સાઈકલ રિક્શા વાળા મળશે અને તે તમને રસ્તામાં ગોવર્ધનની વાર્તા સંભળાવશે. આ સાથે જ ઢગલાબંધ ભિક્ષુકો પણ ભગવાનના નામે તેમને કંઈ દાન આપવાનું કહેશે. ગોવર્ધનમાં ખંડેલવાલ ચા વાળાની બોલબાલા છે. જે યાત્રી ત્યાં જાય તે અહીં ચા જરૂર પીએ છે.
બેવડા ધોરણો આ વાત ઘણા ભક્તોનું દિલ તોડે તેવી છે પરંતુ ગોવર્ધન, મથુરા વૃંદાવનમાં દર 100 મીટરે મંદિર આવે છે. અહીંહંમેશાથી ગાયોની પૂજા થતી આવે છે. અહીંની હવામાં તમને ચંદનની સુગંધ આવશે તો સાથે સાથે ચોતરફ પડેલા કચરાની વાસ પણ આવશે.એકબાજુ મંદિરનો ઘંટારવ સંભળાશે તો બીજી બાજુ બાઈકના લાઉડ હોર્ન્સ.ઘણા રિક્ષાવાળા 30 રૂપિયામાં લઈ જશે તો એવા પણ ભટકાશે જે એ જ રૂટના 200 રૂપિયા માંગશે. એટલે ગોવર્ધનમાં સારા લોકો શોધવ જરૂરી છે.
શ્રદ્ધાળુઓનોધસારો, રહેવાની સુવિધાતમને ગોવર્ધનમાં ઊઘાડા પગે ચાલતા અને હરે ક્રિષ્ણાનો જાપ કરતા ઢગલાબંધ શ્રદ્ધાળુઓ મળશે. કેટલાંક એકલા આવે છે, કેટલાંક પરિવાર-બાળકો સાથે પણ આવે છે. ઘણા સાષ્ટાંગ સૂઈને આગળ વધતા વધતા 7 દિવસમાં ગોવર્ધનની પરિક્રમા કરે છે.
ગોવર્ધનની આસપાસ અનેક રિસોર્ટ્સ આવેલા છે તો વળી તમે રાતદીઠ 350 રૂપિયા ચૂકવીને કોઈ આશ્રમમાં પણ રહી શકો છો. તમને અહીં સાડી પહેરી અને ચાંલ્લો લગાવી ફરતી અનેક વિદેશી સ્ત્રીઓ પણ જોવા મળશે. આવી ઘણી સ્ત્રીઓએ તેમનું જીવન ક્રિષ્ણ ભગવાનની સેવામાં સમર્પી દીધુ છે.
આવા મંદિરો-પૂજારીઓથી દૂર જ રહોજો તમને મનની શાંતિ જોઈતી હોય અને ખરેખર અંતર્મનથી ભગવાનને પ્રાર્થના કરવા માંગતા હોવ તો ગોવર્ધનના સૌથી ફેમસ ગિરિરાજ મંદિરથી દૂર રહેજો. આ મંદિર ભડભાડથી ભરેલુ છે.
તેમાં વિવિધ પૂજા સર્વિસ માટે રૂપિયાના બોર્ડ લાગેલા છે. અમુક પૂજા માટે તો તમારે 71,000 રૂપિયા આપવા પડે છે. પૈસા આપીને કરાવવી પડે તે કેવી પૂજા છે. ગુરુ પૂર્ણિમાના દિવસે શક્ય હોય તો આ જગ્યાની મુલાકાત ટાળવી. આ દિવસે અહીં લાખો ભક્તોની ભીડ ઉમટે છે.
નાના મંદિરો વધુ સારાગોવર્ધનની આસપાસ આવેલા આશ્રમોમાં નાના મંદિરો આવેલા છે. તમે આ મંદિરોમાં સંધ્યા આરતીમાં જશો, કે તેમના પૂજારીઓના શ્લોકોચ્ચાર સાંભળશો તો તમને ખબર પડી જશે.