બે વર્ષથી ગુમ થયેલી બાળકી ઘરની સીડી નીચેથી મળી, જાણો સમગ્ર મામલો

ન્યૂયોર્કમાં કસ્ટડીમાં ન મળવા પર તેના જ માતા-પિતાએ ચાર વર્ષની બાળકીનું અપહરણ કર્યું હતું અને તેને બે વર્ષ સુધી ઘરના ગુપ્ત ઠેકાણામાં છુપાવવામાં પણ સફળ રહ્યા હતા અને હવે 6 વર્ષની બાળકીને પોલીસે શોધી કાઢી છે.

ઉલ્લેખનીય છે કે વર્ષ 2019થી ગુમ થયેલી બાળકી ન્યૂયોર્કના હડસનમાં તેના ઘરની સીડી નીચે છુપાયેલી મળી આવી હતી. લગભગ બે વર્ષથી ગુમ થયેલી એક બાળકી ઘરની સીડી નીચે બનેલી ખાસ ચેમ્બરમાંથી મળી આવી હતી. બાળકીનું સ્વાસ્થ્ય સારું છે. બાળકીનું તેના બાયોલોજિકલ માતા-પિતાએ અપહરણ કર્યું હોવાનું માનવામાં આવે છે.

ન્યુ યોર્ક સ્ટેટ પોલીસે જણાવ્યું હતું કે તેઓએ સાગરટીસ શહેરમાં એક ઘરની સીડી નીચે એક ચેમ્બરમાંથી છ વર્ષની બાળકી પેસ્લી શલ્ટિસને શોધી કાઢી હતી. બાળકી સલામત અને સ્વસ્થ છે. પેસ્લીનું તેના બાયોલોજિકલ માતા-પિતા કિમ્બરલી કૂપર અને કિર્ક શલ્ટિસ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે. આ બંનેને બાળકને પોતાની સાથે રાખવાનો કાનૂની અધિકાર નથી.

2019 માં કસ્ટડી ન મળવા પર આ પછી જ પેસ્લીનું તેના બાયોલોજિકલ માતાપિતા દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. પોલીસનું કહેવું છે કે અપહરણ બાદ પેસ્લીને ઘરના એક ગુપ્ત રૂમમાં રાખવામાં આવી હતી જે ખૂબ જ નાનો, ઠંડો અને ભીનો હતો.

પોલીસે જણાવ્યું કે તેમને સોમવારે બાળકી વિશે કડીઓ મળી હતી. સર્ચ વોરંટ લઈને તેમણે ઘરની તલાશી લીધી. પોલીસે જણાવ્યું કે તપાસ માટે એક ખાસ પ્રકારના સાધનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે લાકડાના ઘણા પગથિયાં દૂર કરવા માટે ઉપયોગી હતો.

આની મદદથી, એક કલાકની મહેનત પછી, તેમણે સીડીની નીચે નાના પગના નિશાન જોયા. તરત જ તેઓએ ખૂણામાં શોધ કરી અને છોકરી અને તેની 33 વર્ષની માતા મળી. પોલીસે બાળકીના માતા-પિતા અને તેના દાદાની ધરપકડ કરી હતી અને બાળકીને તેના કાયદેસરના વાલીઓને સોંપી હતી.

 

Scroll to Top