22 વર્ષની ઉંમરમાં IAS ઓફિસર બની ગઈ આ યુવતી, જાણો કેવી રીતે પ્રાપ્ત કરી આ સફળતા?

UPSC એટલે કે યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની સિવિલ સર્વિસ પરીક્ષામાં દરવર્ષે લાખો વિદ્યાર્થીઓ સમાવેશ કરવામાં આવે છે. જે પૈકી મોટાભાગના વિદ્યાર્થીઓની સરેરાશ ઉંમર 26 થી 28 વર્ષની વચ્ચેની રહેલ હોય છે. UPSC ની પરીક્ષામાં સામેલ થવા માટે ન્યૂનતમ ઉંમર હાલ 21 વર્ષની છે. UPSC માં ઘણાં એવા પણ વિદ્યાર્થીઓ રહેલા છે કે, જેમણે માત્ર 22 વર્ષની ઉંમરમાં આ પરીક્ષા પાસ કરી દેખાડી દીધી છે. ઓડિશાની રહેવાસી સિમી કરણ નામની યુવતીએ માત્ર 22 વર્ષની ઉંમરમાં UPSC ની પરીક્ષા પાસ કરીને સફળતા મેળવી છે. તો આવો તેની સફળતાની સ્ટોરી જાણીએ.

સિમી કરણ નામની ઓડિશાની આ યુવતી દ્વારા IIT બોમ્બેમાંથી અભ્યાસ કરવામાં આવ્યો છે. એન્જિનિયરિંગનો અભ્યાસ કરનાર સિમીએ UPSC પરીક્ષાની તૈયારી કરી અને પ્રથમ પ્રયત્નમાં જ સિવિલ સર્વિસની પરીક્ષા પાસ કરીને IAS ઓફિસર બની ગયા છે. કેમકે એન્જિનિયરિંગના અભ્યાસ દરમિયાન ઈન્ટર્નશિપ દરમિયાન સિમી જ્યારે ઝૂંપડપટ્ટીમાં રહેનાર બાળકોને અભ્યાસ કરાવવા માટે ગઈ ત્યારે તેના મનમાં લોકોની મદદ કરવાનો વિચાર આવ્યો હતો. ત્યાર બાદ સિમીએ સિવિસ સર્વિસ પરીક્ષા આપીને IAS બનવાનું નક્કી કરવામાં આવ્યું છે.

સિમી કરણ નામની આ યુવતી મૂળ ઓડિશાની રહેવાસી છે પરંતુ તેનું બાળપણ છત્તીસગઢના ભિલાઈમાં પસાર થયું છે. તેણે શાળાનું શિક્ષણ છત્તીસગઢના ભિલાઈમાં લીધું હતું. તેના પિતા છત્તીસગઢના ભિલાઈમાં સ્ટીલ પ્લાન્ટમાં કામ કરતા હતા અને માતા શિક્ષિકા તરીકે બજાવતા
હતા.

જ્યારે UPSC ની તૈયારી કરવા માટે સિમી કરણે UPSC ટોપર્સના ઈન્ટવ્યુ ખૂબ જ ધ્યાનથી જોયું અને પછી ઈન્ટરનેટ પર UPSC નો અભ્યાસક્રમ ધ્યાનપૂર્વક વાંચીને તે મુજબ પુસ્તકો ભેગા કરવાનું શરૂ કર્યું હતું. સીમિત સંખ્યામાં પુસ્તકોની સાથે સિમીએ UPSCની તૈયારી કરવાનું શરૂ કરી દીધું હતું. તેની સાથે-સાથે તેણે UPSC ના અભ્યાસક્રમને વિવિધ ભાગમાં વહેંચી દીધો કે જેના કારણે તે યોગ્યરીતે અભ્યાસ કરી શકે. તેણે એકવખત UPSC નો અભ્યાસક્રમ પૂર્ણ કરીને તેના પુનરાવર્તન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. અંતે વર્ષ 2019 માં સિમી કરણે UPSC માં ઓલ ઈન્ડિયા રેન્ક 31 સાથે સિદ્ધિ પ્રાપ્ત કરી હતી.

Scroll to Top