ગુજરાતના ચાણસ્મા ગામથી એક વિચિત્ર ઘટના સામે આવી છે. ચાણસ્મા હારીજ હાઈવે પર આવેલી રામગઢ અને કમ્બોઈ વચ્ચે નર્મદા મુખ્ય કેનાલના કાંઠે બેસીને એક યુવતીએ પોતાની મોટી બહેનને વિડીયો શેર કર્યો છે. જેમાં યુવતી મરવાની સ્થિતિ બેઠેલી જોવા મળી રહી છે અને તેણે આ વીડિયો શેર કરવાની સાથે જણાવ્યું છે કે, હું પ્રેમ પ્રકરણમાં નિસ્ફળ હોવાના કારણે આ પગલું ભરી રહી છુ. તેમ છતાં કેનાલમાંથી તે યુવતીની લાશ હજુ સુધી બહાર નીકાળવામાં આવી નથી. જ્યારે હજુ પણ તેની હાલ શોધખોળ ચાલી રહી છે.
આ યુવતીના લગ્ન ચાણસ્મામાં રહેનાર યુવક સાથે સાત વર્ષ પહેલા થયાં હતા. જ્યારે તેને એક 5 વર્ષનો દીકરો પણ છે. યુવતી છેલ્લાં ત્રણ-ચાર મહિનાથી પોતાના પિયરમાં રહેતી હતી. ગુરુવારના સવારે બ્રાહ્મણવાડા ગામમાં પ્રસંગ માટે ગઈ હતી. ત્યાંથી તે બપોરના સુમારે નીકળી હતી. તે સમયે તે રામગઢ અને કમ્બોઈ વચ્ચે આવેલી નર્મદા મુખ્ય કેનાલના કિનારે બેસી પ્રેમમાં દગો મળ્યો હોવાનું કારણ જણાવી વિડીયો બનાવી પોતાની મોટી બહેનનો મોકલ્યો હતો. ત્યાર બાદ આ યુવતીની કોઈ જાણકારી મળી નથી.
જ્યારે યુવતીએ આ વીડિયોમાં કહ્યું હતું કે, હું આ કેનાલમાં પડીને મરવા જઈ રહી છું. મારું મરવા પાછળનું એક જ કારણ છે કે વિષ્ણું ભાભર તેનું ગામ દેલવાડા છે તેને મારી જિંદગી બગાડી છે, ત્યાર બાદ તેણે જણાવ્યું કે, તેણે લગ્નના વાયદાઓ કર્યા બાદ બીજી છોકરી સાથે પ્રેમસંબંધ બાંધી મારા સાસરીયામાં બધે મને બદનામ કરી ક્યાંયની રાખી નથી, જેના કારણે હવે મને મરવા સિવાય બીજો કોઈ માર્ગ નથી. તે હાલ મોરબીમાં રહી રહ્યો છે. આર્શીવાદ હોટલમાં નોકરી કરી રહ્યો છે.
ચાણસ્માના રહેલા પીઆઈ શક્તિસિંહ ગોહિલે આ બાબતમાં કહ્યું છે કે, યુવતીના પિતાએ પોલીસ સ્ટેશનમાં તેમની દીકરી અંગે અરજી કરતા પોલીસે જાણકારી પ્રાપ્ત કરી તપાસ હાથ ધરી છે. જો કે યુવતી કેનાલમાં કૂદી છે તેવી કોઈ સચોટ જાણકારી પ્રાપ્ત થઈ નથી. પરંતુ યુવતીની હાલમાં શોધખોળ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. કેનાલમાં પણ કોઈ તરતી લાશ હજુ સુધી મળી નથી. જેના કારણે યુવતીનું આ બાબતમાં કહેવું મુશ્કેલ છે.