કહેવાય છે કે અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી, એવું જ દૃષ્ટાંત પૂરૂં પાડે છે ગોંડલનો પ્રજ્ઞાચક્ષુ યુવાન ભાર્ગવ વઘાસિયા. વેપાર કરવા માટેની હોંશ અને જિજીવિષા હોય તો પ્રજ્ઞાચક્ષુપણું પણ આડું ન આવે એવું સાબિત કરી રહ્યો છે. આ વાત ગોંડલના પ્રજ્ઞાચક્ષુ યુવાન ભાર્ગવ વઘાસિયાએ સિદ્ધ કરી બતાવી છે. જો માણસનું મનોબળ મજબૂત હોય તો કોઈ શારીરિક અવરોધો તેની પ્રગતિમાં બાધારૂપ બની શકતા નથી.
ભાર્ગવનો પરિવાર મૂળ જૂનાગઢ જિલ્લાના મેંદરડા ગામના છે, તેના પિતા ગામની એક સરકારી શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતા હતા. ભાર્ગવની દ્રષ્ટિ ગઇ પણ તેની હિંમત અકબંધ હતી. ભાર્ગવ 10 વર્ષનો થયો ત્યારે એની આંખોની રોશની ઓછી થવા લાગી હતી. ભાર્ગવ કદાચ ગુજરાતનો પહેલો એવો છોકરો છે જે પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં સોફ્ટવેર એન્જિનિયર જેટલું જ્ઞાન ધરાવતો કમ્પ્યુટર એક્સપર્ટ બન્યો.પોતાના અસાધારણ કામ દ્વારા એણે સાબિત કરી આપ્યું કે દૃષ્ટિહીન માણસ પણ કમ્પ્યુટરનું બધું જ કામ કોઈપણ જાતની ભૂલ વગર કરી શકે છે.
ત્યારે તેમના પરિવારે ઘણા આંખના નિષ્ણાત ડોકટરોને બતાવ્યું પણ કોઈ ફેર પડતો નહોતો. દિવસે દિવસે દ્રષ્ટિ ઝાંખી થતી ગઈ અને ભાર્ગવ 10માં ધોરણમાં આવ્યો ત્યારે સંપૂર્ણ દૃષ્ટિહીન થઈ ગયો. ત્યારે અભ્યાસ મેંદરડામાં જ ચાલુ રહ્યો અને 12 મા ધોરણમાં, પ્રગચક્ષુ ભાર્ગવ 99.71 પીઆર સાથે સમગ્ર મેંદરડા કેન્દ્રમાં પ્રથમ આવ્યો હતો. માતાપિતાએ તેમના પુત્રની કારકિર્દી અને ભવિષ્ય વિશે વધુ ચિંતિત હતા. જો કે આજે ભાર્ગવ બેંગાલુરૂની મલ્ટીનેશનલ કંપનીમાં સિનિયર સોફ્ટવેર એન્જિનિયર તરીકે કાર્યરત છે અને તે વર્ષે 90 હજારની કમાણી પણ કરે છે.
પિતા હરસુખભાઈએ ભાર્ગવને આર્ટ્સનો અભ્યાસ કરવા કહ્યું તો ભાર્ગવે પૂરી મક્કમતાથી ના પાડી દીધી અને તેના પપ્પાને કહ્યું મારે કમ્પ્યુટર લાઈનમાં આગળ વધવું છે.’ ત્યારે તેના પિતાને થયું કે પ્રજ્ઞાચક્ષુ દીકરો કમ્પ્યુટર કેવી રીતે શીખશે અને કામ કરી શકશે ! ત્યારે ગોંડલની એમ.બી.કોલેજમાં ચાલતા બી.સી.એ.ના કોર્સમાં એડમિશન આપીને પ્રજ્ઞાચક્ષુ ભાર્ગવને ભણાવવાની કોલેજના પ્રોફેસરોએ તૈયારી બતાવી એટલે ત્યાં એડમિશન લઈ લીધું હતું. અને તેને અભ્યાસ કર્યો. અને બી.સી.એ.ના ત્રણ વર્ષના અભ્યાસ દરમ્યાન ભાર્ગવે કમ્પ્યુટર સોફ્ટવેર તૈયાર કરવાની બાબતમાં માસ્ટરી મેળવી.
આ દરમિયાન દ્રષ્ટિહીન હોવા છતાં ભાર્ગવે તૈયાર કરેલી મોબાઈલ એપ્લિકેશન અને વેબસાઈટ જોઈ ઘણા લોકો પ્રભાવિત થતા હતા. જે આજે ભાર્ગવ બેંગાલુરૂની મલ્ટીનેશનલ કંપનીમાં સિનિયર સોફ્ટવેર એન્જિનિયર તરીકે કાર્યરત છે અને તે વર્ષે 90 હજારની કમાણી પણ કરે છે. કંપનીમાથી મળતો પગાર અને પોતાના બીજા વ્યક્તિગત કામ દ્વારા ભાર્ગવ મહિને 90 હજારથી પણ વધુ કમાઈ લે છે. કહેવાય છે કે માણસનું મનોબળ મજબૂત હોય તો કોઈ શારીરિક અવરોધો એની પ્રગતિમાં બાધારૂપ બની શકતા નથી.