Ahmedabad

પકોડી ખાતી યુવતીનો હાથ પકડી ગંદા ઈશારા કર્યા અને યુવતીના ઘરમાં જઈને તેની છેડતી કરી, બૂમાબૂમ કરી તો રોમિયો ફરાર..

અમદાવાદમાં હવે મહિલાઓની સુરક્ષાને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે. કારણકે હવે તો અહીયા ધોળે દિવસે છેડતીના બનાવો બની રહ્યા છે. જેના કારણે લોકોમાં આક્રોશ પણ ફેલાયેલો છે. શહેરના વાડજ વિસ્તારમાં ફરી એક વાર છેડતી બનાવ સામે આવ્યો છે. સાંભળીને આપને નવાઈ લાગશે કે આરોપીએ જાહેરમાં યુવતીની છેડતી કરી હતી.

આરોપી વાડજ વિસ્તારમાં રહેતી યુવતીઓની અને મહિલાઓની છેડતી કરતો હતો. જે મામલે હાલ તો તેની સામે પોલીસ સ્ટેશનનમાં ફરિયાદ નોંધાઈ છે. બનાવના દિવસે પણ એક યુવતી પકોડી ખાઈ રહી હતી. તેજ સમયે આરોપીએ તે યુવતીને ગંદા ઈશારાઓ કર્યા હતા.

બાદમાં યુવતી જ્યારે ઘરે જઈ રહી હતી તે સમયે તેણે તે યુવતીનો પિછો કર્યો. પરંતુ જ્યારે તે યુવતી તેના ઘરે ગઈ ત્યારે તેણે તેને પકડી લીધી. યુવતીના ઘરમાં એકલી હતી અને તેની એકલતાનો લાભ ઉઠાવીને આરોપીએ તેની છેડતી કરી હતી. જોકે યુવતી ગભરાઈ જતા તેણે બુમાબુમ કરી હતી. જેથી યુવક ગભરાઈ ગયો અને ત્યાથી ફરાર થઈ ગયો હતો.

આ મામલે સ્થાનિકોએ પોલીસને જાણ કરી સાથેજ સ્થાનિકોએ એવું પણ કીધું પોલીસને કે છેડતીખોર યુવક અવાર નવાર યુવતીઓને હેરાન પરેશાન કરતો છે. અને તેમનો પીછો કરીને તેમની છેડતી કરતો હોય છે. સમગ્ર મામલે પોલીસને જાણ થતા હાલ પોલીસે છેડતીખોરની શોધખોળ આરંભી છે.

બનાવના દિવસે યુવતી તેની બેંપણીઓ સાથે તેના ઘર પાસે પકોડી ખાવા ઉઙભી હતી. તે સમયે આરોપી ત્યા આવ્યો હતો અને તે તેને ગંદા ઈશારાઓ કરી રહ્યો હતો. યુવતીએ જ્યારે તેને ત્યાથી નીકળવાનું કહ્યું ત્યારે તેણે યુવકને બિભત્સ ગાળો આપી હતી. સાથેજ તે યુવતીના ઘર સામે આવીને તેને ગંદા ઈશારાઓ પણ કરતો હતો. પરંતુ બદનામીને ડરે તેણે કોઈને આ મામલે વાત નહોતી કરી

યુવતની માતા પિતા ઘરમાં ન હતા. ત્યારે છેડતી ખોર ઘરમાં ઘુસી ગયો. અને યુવતીનો હાથ પકડીને તેણે યુવતીને પોતાની તરફ ખેંચી હતી. જેથી યુવતી ગભરાઈ ગઈ અને તેણે બૂમાબૂમ કરી હતી. જેથી તે છેડતીખોર તુરંત ત્યાથી ભાગી ગયો હતો.

ઉલ્લેખનિય છે કે અમદાવાદમાં દિવસેને દિવસે છેડતીના બનાવો વધી રહ્યા છે, જેના કારણે મહિલાઓની સુરક્ષાને લઈને સવાલો ઉભા થયા છે. સાથેજ લોકોમાં હવે એક ડરનો માહોલ પણ જોવા મળી રહ્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker