

અમદાવાદ જેવા શહેરોમાં હવે દિવસેને દિવસે ગુનાખોર વધી રહી છે, સમાજમાં આજે પણ એવો વર્ગ રહે છે. જે પ્રેમલગ્નની વિરુદ્ધમાં છે અને આ માનસીકતાને કારમે ગુનાખોરી હંમેશા થતીજ હોય છે. ત્યારે વધુમાં ફરી એકવાર કઈક આવોજ બનાવ સામે આવ્યો છે.
શહેરમાં રહેતી એક યુવતીએ ભાગીને પ્રેમલગ્ન કર્યા હતા. જેના કારણ તેના પિરવાજનોમાં રોષ હતો, યુવતી જ્યારે લગ્નની નોંધણી કરાવવા માટે વકીલની ઓફિલમાં ગઈ. ત્યારે તેના ત્રણેય ભાઈઓ ત્યા પહોચી ગયા. અને તેમણે તે સમયે યુવતીનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો. જેથી આ મામલે પતિ પત્નીએ પોલીસમાં ફરિયાદ પણ નોંઘાવી છે.
યુવક અને યુવતીએ તેમના પ્રેમ મુદ્દે ઘરમાં રજૂઆત કરી હતી. પરંતુ પરિવારજનો ન માન્યા જેના કારણે તેમણે ભાગીને લગ્ન કર્યા હતા. બંને જણા આઠ વર્ષથી ગળાડૂબ પ્રેમમાં પાગલ હતા. પરંતુ તેમ છતા પરિવારજનોએ લગ્ન માટે મંજૂરી ન આપી. જેના કારણે તેમણે આ પગલું ભર્યું હતું. સમગ્ર મામલે યુવતીના પિતાએ પોલીસમાં અરજી આપી હતી.
જેથી પતિ તેમજ પત્ની પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા. પોલીસને જાણ થઈ કે બંને જણા જણાએ લગ્ન કરી લીધા છે. ત્યારે પોલીસે પણ બંનેને સાથે રહેવાની મંજૂરી હતી. બાદમાં તેઓ લગ્નની નોંધણી કરવા માટે જવાના હતી. જે માટે તેઓ વકીલની ઓફિસ પર જવાના હતા. આ મામલે યુવતીના પરિવારજનોને પહેલાથીજ જાણ થઈ હતી.
લગ્નની નોંધણી બાબતે જાણ થતા યુવતીના પરિવારજનોએ એક યોજના બનાવી જેમા તેઓ વકીલના ઓફિસની બહાર યુવક અને યુવતી પહોતે તે પહેલાજ પહોચી ગયા. યુવતી જેવી તેની પતિ સાથે ત્યા પહોચી કે તેના પરિવારજોએ બળજબરીથી તેનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો. જેના કારણે તે સમયે યુવતી સખત રીતે ડરી ગઈ હતી.
યુવતીનો પતિ તેને તે સમયે બચાવા ગયો ત્યારે યુવતની પરિવારે એવું કહ્યું કે અમારી છોકરી સાથે લગ્ન કરીશ તો તને જાનથી મારી નાખીશ. પરંતુ તેજ સમયે આસપાસ લોકોની ભીડ એકઠી થઈ ગઈ જેથી યુવતીના પરિવારજનો ત્યાથી ભાગી ગયા હતા.
ઉલ્લેખનિય છે કે યુવતીના પરિવારજનોએ જે હરકત કરી તેના માટે પતિ પત્નીએ તેના પરિવારજનો સામે હાલ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે, અને પોલીસને પણ ફરિયાદ મળ્યા બાદ તેમણે ગુનો નોંધીને સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.