આ મહિલા તેની જીભથી પંખા સાથે કર્યું એવું કારસ્તાન કે મળી ગયો ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ

Guinness World Records: દુનિયાભરમાં ઘણા એવા લોકો છે જે પ્રખ્યાત થવા માટે કંઈપણ કરવા તૈયાર થઇ જાય છે. તેના આજ જુસ્સાને કારણે દુનિયા તેને ઓળખે છે. આજે અમે તમને આવી જ એક મહિલા વિશે જણાવીશું, જેને વિચિત્ર અને આશ્ચર્યજનક પરાક્રમોને કારણે તેનું નામ ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં (Guinness World Records) નોંધાવ્યું.

જીભથી રોકી દીધો પંખો: મહિલાનું નામ ઝો એલિસ (Zoe Ellis) છે, જે તેની જીભ (Tongue) ની મદદથી વગર હાથ લગાવ્યે ચાલતા પંખાને રોકી દે છે. તે વિશ્વની એકમાત્ર એવી વ્યક્તિ છે જે રોગડા ઉભા કરી દે છે. તે દુનિયામાં એટલી છે જે રોગડા ઉભા કરી દેનાર કામ કરી શકે છે. તેથી જ તેનું નામ ગિનીસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું છે. જ્યારે ઑસ્ટ્રેલિયાના ઝો આ પરાક્રમ કરી રહી હતી, ત્યારે તે સમયે ઘણા લોકોને ભય હતો કે આમ કરતી વખતે તેમની જીભ ના કપાય જાય. પરંતુ તેને પંખાને રોકીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા.

ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહ્યો છે વિડિયો: ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ્સે ઝી એલિસનો આ વીડિયો તેના ઑફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે, તેની નીચેની કૈપ્શન માં લખ્યું છે કે ઝોએ ઇટાલીમાં આ રેકોર્ડ બનાવ્યો છે, જ્યાં તેને પોતાની જીભથી ઝડપી ચાલી રહેલ ઇલેક્ટ્રિક પંખાના બ્લેડને રોકી દીધા છે. તેને આ આ રીતે ઘણા ચાલતા પંખાને રોકી દીધા, અને સૌથી વધારે જીભથી ઇલેક્ટ્રિક પંખાને રોકવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. આ રેકોર્ડ પોતાનામાં અનોખો હોવાની સાથે સાથે ખતરનાક પણ છે.

Scroll to Top