Business

ZOMATO IPO લાવવામાં મહત્વ ની ભૂમિકા ભજવનાર વ્યક્તિ એ કંપની છોડી દીધી

જોમેટો કંપનીને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, કંપનીના કો-ફાઉન્ડર ગૌરવ ગુપ્તાએ રાજીનામું આપી દીધું છે. શેર માર્કેટમાં જોમેટોની એન્ટ્રી પાછળ ગૌરવ ગુપ્તાની મોટી ભૂમિકા રહી છે. કંપનીના ફાઉન્ડર દીપીન્દર ગોયલે ટ્વીટ કરી આ જાણકારી આપી છે.

તેમને ટ્વીટ કરી કહ્યું છે કે, છેલ્લા ૬ વર્ષ અદભુત રહ્યા છે અને આજે અમે ઘણા બધા આગળ વધી ગયા છીએ. તેની સાથે તેમને ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી. તમને જણાવી દઈએ કે, વર્ષ 2015 માં ગૌરવ ગુપ્તાએ જોમેટો સાથે જોડાયા હતા અને હવે તેમને કંપનીને અલવિદા કહી દીધું છે.

ઝોમેટોએ 6 વર્ષમાં જે સિદ્ધિઓ મેળવી છે તેની પાછળ ગૌરવ ગુપ્તાની પણ મહત્વની ભૂમિકા રહી છે. દિપીન્દર ગોયલ અને ગૌરવ ગુપ્તાના પ્રયાસોને કારણે જ કંપનીએ આ સ્થાન પ્રાપ્ત કર્યું છે.
IPO લોન્ચ થયો હતો.

વર્ષ 2015 માં ટેબલ રિઝર્વેશન હેડ તરીકે જોડાયેલા ગૌરવ ગુપ્તાને કંપનીએ 2018 માં ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર બનાવી દીધા હતા અને પછી 2019 માં તેમને કો-ફાઉન્ડર બનાવવામાં આવ્યા હતા. તે જ વર્ષે, કંપનીએ શેરબજારમાં પગ મુકીને પોતાનો IPO લોન્ચ કર્યો. જેણે ધૂમ મચાવી દીધી હતી.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker