Zomato ના ડીલીવરી બોય પર શ્વાનને ચોરવાનો આરોપ, જાણો કઈ રીતે ફૂટ્યો આખો ભાંડો

મહારાષ્ટ્રના પુણેમાં રહેનાર એક દંપતીને તે સમયે ઝટકો લાગ્યો જ્યારે તેમને જાણ થઈ કે, તેમનો પાલતુ શ્વાનને ઝોમેટો ડિલિવરી બોય પોતાની સાથે લઈને ચાલ્યો ગયો છે. તે શ્વાન તેમને ખૂબ જ પ્રિય હતો અને તેના ગુમાવ્યાના સમાચાર મળ્યા બાદ તેમને તેની શોધમાં દિવસ-રાત એક કરી નાખ્યા હતા.

વાસ્તવમાં, પુણેની વંદના શાહે ટ્વિટર પર એક પોસ્ટ મૂકીને આ સમગ્ર ઘટનાક્રમની માહિતી આપી હતી, તેમને ટ્વીટર દ્વારા તે ડીલીવરી બોયની સાથે પોતાના પાલતું શ્વાનની તસ્વીર પણ શેર કરી છે.

વંદનાએ જણાવ્યું છે કે, સોમવારના દિવસે તેમનો પાલતુ શ્વાન જેનું નામ ડોટ્ટુ છે તે છેલ્લી વખત ઘરના બહાર રમતા CCTV માં કેદ થયો હતો. અચાનક ગુમ થયા બાદ વંદના અને તેના પતિએ પોતાના શ્વાનની શોધ કરી પરંતુ તે મળ્યું નહીં. પડોશીઓથી પૂછવા પર પણ તેમને તેના વિશે કોઈ જાણકારી મળી નહોતી. જેના કારણે તેમને કંટાણીને પોલીસને આ બાબતની તપાસ કરવાની અપીલ કરી હતી.

વંદનાએ આગળ જણાવ્યું છે કે, તેના ઘરની આજુબાજુ ઘણા બધા ડિલિવરી બોય આવતા જતા રહે છે, જ્યારે તેમને તેને તેના શ્વાનની તસ્વીરો દેખાડી તો એક યુવક દ્વ્રારા તેને ઓળખી લેવામાં આવ્યો હતો. યુવકે જણાવ્યું હતું કે, ઝોમેટોનો ડિલિવરી બોય તમારો શ્વાન પોતાની સાથે લઈને ચાલ્યો ગયો છે. શ્વાનને લઈને જનાર યુવકની ઓળખ તુષાર તરીકે થઈ હતી.

વંદનાએ પછી તે યુવક પાસે તુષારનો નંબર લીધો અને તુષારને કોલ કરીને પોતાના શ્વાન ડોટ્ટુ વિશે પૂછ્યું તો યુવક ભયભીત થઈ ગયો અને બહાના બનાવવા લાગ્યો હતો. તેણે જણાવ્યું હતું કે, તે શ્વાને પોતાના ગામથી લઈને આવ્યો છે જેની વંદનાને શોધ છે તે આ શ્વાન નથી. વંદનાએ પોતાના શ્વાને પરત મેળવવા માટે તેને પૈસાની પણ લાલચ આપી હતી પરંતુ માન્યો નહીં અને પોતાનો ફોન સ્વિચ ઓફ કરી નાખ્યો હતો.

તુષારના ના માનવા પર વંદનાએ તેમની જોમેટોથી ફરીયાદ કરી અને આ બાબતમાં હસ્તક્ષેપ કર્યાની વાત કહી હતી. ત્યાર બાદ જોમેટોએ તુષારની ઓળખ કરીને તેનાથી વંદનાના પાલતું શ્વાનને લઇ લીધો હતો. વંદનાનું ટ્વીટ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયું છે અને યુઝર્સ તુષાર અને જોમેટો પર ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે.

Scroll to Top