5 થી 12 વર્ષના બાળકો માટે ઝાયડસ કેડિલાએ બનાવી વેક્સિન, જુલાઈમાં મળી શકે છે મંજૂરી

ગુજરાતના અમદાવાદથી બાળકોની રસી માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતના અમદાવાદમાં આવેલી ઝાયડસ કેડિલા ગ્રુપ દ્વારા કોરોના વાયરસની પોતાની વેક્સિન ઝોયકોવ-ડીએ 5 થી 12 વર્ષના બાળકો માટે ટેસ્ટ કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ઝયકોવ-ડી પ્લાજમિડ ડીએનએ વેક્સિન રહેલી છે, તેમ છતાં ન્યૂક્લિએક એસિડ વેક્સિન તરીકે બનાવવામાં આવે છે. તાજેતરમાં જ 800 બાળકો પર તેનો ટ્રાયલ કરવામાં આવ્યો હતો જેનું પરિક્ષણ 12 થી 18 વર્ષના બાળકો પર કરાયું હતું.

કંપની દ્વારા તૈયારી કરવામાં આવી છે કે, જૂન અથવા જુલાઈના અંત સુધીમાં તેની રસી માટે ઈમરજન્સીમાં ઉપયોગ કરવાની મંજૂરી પ્રાપ્ત કરવાની છે. ટાઇમ્સ ઓફ ઈન્ડિયા સાથેની વાતચીત દરમિયાન કેડિલા હેલ્થકેર લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર દ્વારા કહેવામાં આવ્યું હતું કે, “અમારી પાસે 5 થી 12 વર્ષની વયના બાળકો પર રસી પરીક્ષણ અંગેનો સારો ડેટા રહેવાનો છે, જો બધુ બરાબર ચાલ્યું તો 12 થી 18 વર્ષ માટે રસીને માન્યતા પ્રાપ્ત થઈ શકે છે.”

આ સિવાય તેમણે જણાવ્યું હતું કે, “રસીનો વિકાસ હંમેશાં તબક્કાવાર થાય છે, પહેલા વરિષ્ઠ લોકો માટે, પછી બાળકો માટે અને પછી 5 વર્ષથી નાના બાળકો માટે થાય છે. અમારી રસી બાળકો માટે વધુ ફાયદાકારક રહેવાની છે. તેનાથી કોઈ આડઅસર થશે નહીં.” સામાન્ય રીતે અન્ય રસીઓમાં જોવા મળી જાય છે. આ રસીનો બીજો ફાયદો એ પણ છે કે, તેમાં ઇન્જેક્શનની જરૂરીયાત પડતી નથી.

નોંધનીય છે કે, તાજેતરમાં, ઝાયડસ કેડિલા દ્વારા કોરોના વાયરસની સારવાર માટે મોનોક્લોનલ એન્ટિબોડીઝ કોકટેલની માનવ ક્લિનિકલ ટ્રાયલ માટે ભારતના ડ્રગ કંટ્રોલર જનરલની મંજૂરી માંગવામાં આવી છે. કેડિલા હેલ્થકેરએ કહ્યું છે કે, ઝાયડસ કોરોના વાયરસની ZRC-3308 રસીના ત્રીજા તબક્કાની ક્લિનિકલ ટ્રાયલ માટે ડીસીજીઆઈની મંજૂરી મળે તેની રાહ જોઈ રહી છે. આ રસી કોરોના વાયરસના બે મોનોક્લોનલ એન્ટિબોડીઝની કોકટેલ રહેલી છે. જ્યારે કેડિલા હેલ્થકેર ભારતની એકમાત્ર કંપની છે જે કોકટેલ આધારિત મોનોક્લોનલ એન્ટિબોડી વિકસિત કરે છે. જે કોરોના વાયરસને દૂર કરી નાખે છે.

Scroll to Top