અંધશ્રદ્ધામાં પડેલી મહિલાનો જીવ જતા-જતા માંડ બચી ગયો… પેટમાં હતી આવડી મોટા ગાંઠ!

એક તરફ આપણે ચંદ્ર સહિતના ગ્રહો પાર માનવ વસવાટ કરી શકે છે કે નહીં તે દિશામાં વિજ્ઞાન આગળ વધી રહ્યું છે, તો બીજી તરફ આજે પણ આજના આધુનિક યુગમાં પણ લોકો અંધશ્રદ્ધા અને ભૂવાઓમાં વિશ્વાસ રાખી રહયા છે, જેને કારણે લોકોનો જીવને જોખમમાં મુકાય છે. ત્યારે સુરતમાં એક અંધશ્રદ્ધાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં મહિલાના શરીર માંથી 4.9 કિલોની ગાંઠ કાઢવામાં આવી હતી.

જોકે આ ગાંઠ કેવી રીતે થઇ તેનું કારણ જાણી તબીબો પણ ચોંકી ઉઠ્યા હતાં, તબીબોના શરૂઆતમાં એવું લાગી રહ્યું હતું કે તેને નવ માસનો ગર્ભ હશે, જોકે તપાસ બાદ મહિલાના ગર્ભાશયમાં ફાયબ્રોડની ગાંઠનું ડિજનરેશન થયું હોવાનું સામે આવ્યા હતું.

ડો. દિપ્તી  પટેલનો હોસ્પિટલમાં  મોરા ગામમાં રહેતી લક્ષ્મી સિન્હા નામની 38 વર્ષીય મહિલાને લાવવામાં આવી હતી, જ્યારે તબીબોએ લક્ષ્મીની સોનોગ્રાફી કરી ત્યારે ખબર પડી કે મહિલાના પેટમાં ખૂબ જ મોટી ગાંઠ છે.

મહિલાને જ્યારે ડોક્ટરોએ પૂછ્યું કે અત્યાર સુધી કયા ડોક્ટર પાસે સારવાર લીધી હતી. જોકે મહિલાએ સતત તે મુદ્દે જવાબ આપવાનું ટાળી રહી હતી. તબીબને શંકા ગઈ હતી કે મહિલા કોઈને કોઈ કારણોસર કોઈ વાત છુપાવી રહી છે, જેથી મહિલાને વિશ્વાસમાં લીધા બાદ તેની પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં તેને આશ્ચર્યજનક વાત કરી હતી.

ડૉક્ટરોને લક્ષ્મીએ જણાવ્યું હતું કે તેના પેટમાં ઘણા સમયથી સતત દુઃખાવો થઈ રહ્યો હતો. તેને એમ હતું કે આ બીમારીનો ઈલાજ ઓપરેશનથી થશે, જોકે ઓપરેશન  કરાવવાનો ડર લાગતો હતો, તેથી તે એક જાણીતા ભૂવા પાસે ગઈ હતી, જ્યા ભુવાએ મંત્રેલું પાણી આપ્યું હતું, જે લક્ષ્મી પીતી હતી. સમયાંતરે ભૂવા પાસે પીંછી ફેરવાવતી હતી.

મંત્રેલું પાણી પીવાથી ગાંઠ ઓગળી જશે એવો  વિશ્વાસ હતો, પરંતુ દિવસે દિવસે ગાંઠ ખૂબ જ મોટી થઈ ગઈ અને મને રક્તસ્ત્રાવ પણ થવા માંડ્યો હતો. ગાયનેકોલોજિસ્ટ ડૉ દીપ્તિ પટેલે આ અંગે જણાવ્યું હતું કે આજના આધુનિક યુગમાં પણ મહિલાઓ અંધશ્રદ્ધામાં વિશ્વાસ રાખીને પોતાનો જીવ જોખમમાં મૂકે છે. આ મહિલાના પેટમાં 4.9 કિલોની ગાંઠને કારણે ઝડપથી તેનું ઓપરેશન કરવું પડે એવી સ્થિતિ હતી, કારણ કે ગાંઠ પેશાબની થેલી સાથે ચોંટી ગઈ હતી અને લોહીની નળીઓ પણ ખૂબ મોટી થઈ ગઈ હતી.

મુશ્કેલી એવી પણ હતી કે મહિલાનું બ્લડ ગ્રુપ પણ નેગેટિવ હતું, તેથી એન્ડોસ્કોપીની મદદથી ઓપરેશન કરવાને બદલે લેપરોટોમી સર્જરી કરીને ગાંઠને બહાર કાઢવી પડે તેવી સ્થિતિ હતી, સમયસર મહિલાનું ઓપરેશન કરી ગાંઠ કાઢી લેવામાં આવી છે, હાલ મહિલા સ્વસ્થ છે. મહિલા પણ ડોક્ટરનો આભાર માની રહી છે.

મહત્વનું છે કે પેટમાં ચાર કિલો કરતાં પણ મોટી ગાંઠને મંત્રેલું પાણીથી ઉતારવાની માનસિકતાને કારણે પોતાનો જીવ મહિલાએ જોખમમાં મૂક્યો હતો. મહિલાઓએ અને તેમના પરિવારના લોકોએ પણ ખૂબ જાગ્રત થવાની જરૂર છે, કારણ કે અંધવિશ્વાસમાં રહીને લોકો પોતાનો જીવ મુશ્કેલીમાં મૂકવો જોઈએ નહીં. કોઈપણ શારીરિક તકલીફ હોય તો તાત્કાલિક તબીબી સારવાર લેવી જરૂરી છે.

Scroll to Top