સમયની જેમ બોડી એજિંગ પ્રોસેસને રોકી શકવું એક કોઈના હાથની વાત નથી. જો કે, વૈજ્ઞાનિકો કહે છે કે, દુનિયામાં કેટલીય એવી પદ્ધતીઓ છે કે જે ન માત્ર જીવન લાંબુ કરે છે પરંતુ તમે વાસ્તવિક ઉંમરથી નાના પણ દેખાઈ શકશો. એક્સપર્ટ્સ અનુસાર, આ નુસ્ખાઓ અપનાવ્યા બાદ કોઈપણ વ્યક્તિ આપની યોગ્ય ઉંમરનો અંદાજો નહી લગાવી શકે અને તમે લગભગ 10 વર્ષ નાના દેખાશો.
હાથ પર સનસ્ક્રીન
મિયામી સર્ટિફાઈડ ડર્મટાલોજિસ્ટ એની ગોન્જાલ્સ કહે છે કે, સૂર્યમાંથી નિકળનારા અલ્ટ્રાવાયોલેટ કિરણો જ ત્વચામાં વિકનેસ, બ્લેકનેસ અને ડાઘ માટે જવાબદાર હોય છે. એટલા માટે ઘરેથી બહાર નિકળતા સમયે સનસ્ક્રીનનો ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે. કેટલાય લોકો ચહેરા પર આનો ઉપયોગ કરવાનું ક્યારેય નથી ભૂલતા. આ જ કારણ છે કે, ચહેરાઓ તો જવાન દેખાય પરંતુ હાથોની બેજાન ત્વચા તમામ રાઝ ખોલી દે છે. એટલા માટે આપને હાથ પર સનસ્ક્રીન લોશનનો લગાવવું જોયું.
એન્ટી એજિંગ ફૂડ
ન્યૂયોર્કની એક જાણીતી ડર્મટાલોજિસ્ટ ડેબ્રા જલીમન કહે છે કે, ખાવાની કેટલીય અલગ-અલગ વસ્તુઓમાં એન્ટી એજિંગ ગુણ મળી આવે છે. ફળોમાં ઉપસ્થિત એન્ટી ઓક્સિડન્ટ્સ આપણી ત્વચા પર નિખાર લાવવાનું કામ કરે છે. અનાનસ, બ્લૂબેરી, ગોજી બેરી, બ્લેક બેરી અને ક્રૈનબૈરી જેવા ફળ આ મામલે વધારે સારા હોય છે. સાથે જ આપણે પેકેટ ફૂડ, પ્રોસેસ્ડ ફૂડ અને વધારે શુગરનું સેવન કરવાથી પણ બચવું જોઈએ.
પર્યાપ્ત ઉંઘ
ન્યૂયોર્કના પ્રસિદ્ધ ગૈસ્ટ્રોએન્ટરોલોજિસ્ટ નિકેત સોનપાલ ઉંઘને એક એન્ટી એજિંગનો સૌથી સારો ઈલાજ માને છે. સૂર્યના કિરણોથી સ્કીન પર પડનારા તણાવથી રિકવર થવા માટે પર્યાપ્ત ઉંઘ લેવી એ ખૂબ જરૂરી છે. ઓછી ઉંઘ લેવાથી આંખની નીચે ડાર્ક સર્કલ, ચહેરા પર કરચલીઓ અને આંખોમાં સોજો આવવાની સમસ્યાઓ આવવા લાગે છે. આ તમામ વાતો આપને ઉંમરલાયક બનાવવા મમાટે કાફી છે. વૈજ્ઞાનિકો કહે છે કે, નિંદ્રા અવસ્થામાં આપણી બોડી પોતાને યોગ્ય રીતે રિકવર કરી શકે અને આપણે વધારે જવાન દેખાઈએ છીએ.
ત્રણ ખાસ વિટામીન
સર્ટિફાઈડ ડર્મટાલોજિસ્ટ સ્ટેસી શિમેન્ટો કહે છે કે,એન્ટી એજિંગની સમસ્યાથી બચવા માટે ABC ની ફોર્મ્યુલા હંમેશા યાદ રાખો. A એટલે કે એજિંગના લક્ષણોથી બચવા માટે Antioxidants નો ઉપયોગ કરો. B એટલે સૂર્યમાંથી નિકળતા UVA/B કિરણોથી બચવા માટે નિયમિત રૂપથી સનસ્ક્રીનનો ઉપયોગ કરો. અને C એટલે ડેમેજ સ્કિનમાં પ્રાણ ફૂંકવા માટે વિટામીન-સી નો ઉપયોગ કરો.
લીલા શાકભાજી
ડો. શિમેન્ટોનું કહેવું છે કે, એક સારા ડાયટ દ્વારા પણ સ્કિનને હેલ્ધી રાખી શકાય છે. આપણે ડાયટમાં ફળોની સાથે લીલા શાકભાજીને પણ શામિલ કરવા જોઈએ. આપણે જમવામાં એ પ્રકારની વસ્તુઓને શામિલ કરવી જોઈએ કે જે હેલ્ધી કોલેજન, ફ્રી રેડિકલ્સ, સન ડેમેજ અને ઈન્ફ્લીમેન્ટરી સાથે જોડાયેલી સમસ્યાઓને દૂર કરવાનું કામ કરો.