ધોરાજી: ધોરાજી ભાદર ડેમ-2ના પ્રદૂષિત પાણી મામલે ધારાસભ્ય વસોયાના તા.11/8ના જળસમાધી કાર્યક્રમમાં હાર્દિક પટેલ અને 10 ધારાસભ્યો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડનાર છે.
ધારાસભ્ય લલિતભાઈ વસોયાએ તા.11/8ના ભૂખી ગામે ભાદર નદીમાં જળ સમાધી લેવાની ચિમકી આપી
ધોરાજી ભાદર ડેમ-2માં જેતપુર ડાઈંગ ઉદ્યોગના કલર કેમિકલવાળું પ્રદૂષિત પાણી મામલે ધોરાજીના ધારાસભ્ય લલિતભાઈ વસોયાએ નક્કર કાર્યવાહીની માગણી સાથે આંદોલન શરૂ કર્યું છે. જે અંગે ધારાસભ્ય લલિતભાઈ વસોયાએ તા.11/8ના ભૂખી ગામે ભાદર નદીમાં જળ સમાધી લેવાની ચિમકી આપી છે. આ અંગે વસોયાએ જણાવ્યુ હતું કે ભાદર ડેમ-2માં ડાઈંગ ઉદ્યોગના કલર કેમિકલવાળુ પ્રદૂષિત પાણી મામલે તંત્ર વાહકો દ્વારા નક્કર કાર્યવાહી નહીં કરાતા ભાદર બચાવ આંદોલન શરૂ કરાયુ છે. જે અંગે તા.11/8ના જળસમાધી લેવાના કાર્યક્રમનું આયોજન કરાયું છે.
આ કાર્યક્રમ લોકલડતમાં ટેકો આપવા માટે હાર્દિક પટેલ, લલિત કગથરા, પરસોતમભાઇ સાબરીયા, હર્ષદ રીબડીયા, બ્રિજેશ મેરજા, ચિરાગભાઈ કાલરીયા, પ્રવીણભાઈ મૂછડિયા, જે.વી.કાકડિયા, પ્રતાપ દુધાત, ભીખાભાઈ જોષી, બાબુભાઈ સહિતના ધારાસભ્યો અને અગ્રણીઓ ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહેનાર હોવાનું જણાવ્યુ હતું