સુરતમાં 1 વર્ષમાં 1000 કરોડનું કાળું નાણું પકડાયું, એમાંથી 590 કરોડ તો ડાયમંડ કંપનીઓમાંથી શોધાયું

સુરત: નોટબંધી અને જીએસટી બાદ જ્યાં એક તરફ જ્યાં મંદીની બૂમોની વિપરીત આવકવેરા વિભાગે વર્ષ 2017-18માં 19 સર્ચ ઓપરેશન કરી રૂપિયા 997 કરોડની બ્લેકમની શોધી કાઢ્યાં છે. જેમાંથી રૂપિયા 590 કરોડ તો બે ડાયમંડ કંપનીઓમાંથી જ શોધી કાઢવામાં આવ્યા છે. આ ઉપરાંત ડિજિટલ ઇન્ડિયાની વાતો વચ્ચે આઇટી સંપૂર્ણ રીતે ડિજિટલ થઈ ગયુ છે, ડેટા આધારિત કામ પર જ ધ્યા આપતા અધિકારીઓએ ઓફિસમાં બેઠા-બેઠા 196 કેસમાં રૂપિયા 100 કરોડ જેટલી બ્લેકની શોધી છે.

છેલ્લાં ત્રણ વર્ષમાં આઇટીએ 20 હજાર કરોડના વ્યવહાર પકડયા

જેમાંથી એક બિલ્ડરના જ રૂપિયા 44.50 કરોડ છે. આજે સુરત સહિત દક્ષિણ ગુજરાતની આઇટી કચેરીઓમાં કામનું નિરીક્ષણ કરવા આવેલાં ડાયરેક્ટ જનરલ ઇન્વેસ્ટિગેશન અમીત જૈને માહિતી આપતા જણાવ્યુ હતુ કે હવે મોટાભાગનું કામ ડેટાના સહારે થઈ રહ્યુ છે. જમીનનું ખરીદ-વેચાણ, ફોરેનમાં પ્રોપર્ટીની ખરીદી અને બેનામી એક્ટ પર વધુ ફોક્સ કરવામાં આવી રહ્યુ છે. દરેક એન્ફોર્સમેન્ટ એજન્સીને જોડતુ મલ્ટી એજન્સી ગ્રુપ તૈયાર કરવામાં આવ્યુ હોવાનું પણ ડીજીએ ઉમેર્યું હતુ. છેલ્લાં ત્રણ વર્ષમાં આઇટીએ 20 હજાર કરોડના વ્યવહાર પકડયા છે.

વરાછાના બલર ગ્રુપના 330 કરોડ અને સદાણી ગ્રુપના 260 કરોડ

ડીજી અમિત જૈને વધુમાં જણાવ્યુ હતુ કે હાલ ડિપાર્ટમેન્ટ બ્લેકમની એક્ટ, બેનામી પ્રોપટી ટ્રાન્ઝેકશન અને પ્રોસિક્યુશન પર બાજ નજર રાખી રહ્યુ છે. જો કે, તેમા નાના કરદાતાઓને હેરાન નહીં કરવામાં આવે એમ જણાવ્યુ હતુ. અલબત્ત તેમણે ચિમકી ઉચ્ચારી હતી કે સ્ટેટમેન્ટ આપતી વખતે જો જુઠ્ઠું બોલવામાં આવશે તો પણ ફોજદારી કાર્યવાહી માટે ભલામણ કરવામાં આવશે. જે 997 કરોડની બ્લેકમની શોધવામા આવી છે તેમાં વરાછાના બલર ગ્રુપના 330 કરોડ અને મહિધરપુરાના સદાણી ગ્રુપના 260 કરોડનો સમાવેશ થાય છે.

બીટકોઈન મામલે અધિકારીઓ ચૂપ રહ્યાંબીટકોઇન મામલે તેમણે વધુ માહિતી આપી નહતી અને તપાસ ચાલી રહી હોવાનું જણાવ્યુ હતુ, જો કે, ભાસ્કરને ખાસ સૂત્રોએ જણાવ્યું હતું કે બીટકોઈનમાં અત્યાર સુધી 1200 કરોડના વ્યવહાર મળી આવ્યા છે, ઉપરાંત આઇડીએસમાં 13 હજાર કરોડ ડિકલેર કરનાર મહેશ શાહ મામલે તેમણે કહ્યંુ હતું કે તે બોગસ ડિકલેરેશન હતું. અધિકારીઓએ વાત-વાતમા બે સરકારોની પણ તુલના કરી નાંખી હતી. અગાઉ બધું ચાલતું હતું અને હવે પોલીસી બદલાઈ છે એમ કહી તેમણે ઉમેર્યું હતું કે પહેલાં કમ્પલેઇન થતી એટલે દરોડા પાડી દેવાતા હવે ઠોસ પુરાવા હોય તો જ પાડવામાં આવે છે.

રૂપિયા 20 હજાર કરોડનો વ્યવહાર

આસારામ-નારાયણ – 10 હજાર કરોડ
ભજીયાવાલા – 2 હજાર કરોડ
ડાયમંંડ કંપનીઓ – 3 હજાર કરોડ
બીટકોઈન – 1200 કરોડ
જ્વેલર્સ – 1000 હજાર કરોડ
બિલ્ડર ગ્રુપ – 3 હજાર કરોડ

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here