11 મહિનાની બાળકીને પિતા ટબમાં બેસાડી ફોનમાં વ્યસ્ત થતા, 4 વર્ષના દિકરા દ્વારા નળ ખોલી નાખતા, દીકરીનું કરુણ મોત

હરિયાણાના જિંદમાંથી ખૂબ જ દુ:ખદ ઘટના સામે આવી છે. અહીં 11 મહિનાની બાળકીનું ટબમાં ડૂબી જવાના કારણે કરુણ મોત નિપજ્યું છે. આ દુર્ઘટના તે સમયે બની જ્યારે એક પિતા બાળકીને નવડાવવા માટે ટબમાં બેસાડીને ફોન પર વાત કરતાં કરતાં ઘરની બહાર નીકળી ગયા હતા. આ દરમિયાન બાજુમાં રમનાર 4 વર્ષના બાળકે અચાનક નળ ચાલુ કરી નાખ્યો હતો. જ્યાં સુધી તેની માતા ત્યાં પહોંચે ત્યાં સુધી બાળકીએ જીવ ગુમાવી નાખ્યો હતો.

આ ઘટનાના જિંદ શહેરની એમ્પ્લોયીઝ કોલોનીમાં બની હતી. પ્રાપ્ત માહીતી મુજબ, અહીં રહેનાર વિક્રમ નામના યુવકે રવિવારે તેમની 11 મહિનાની બાળકી અર્ચનાને નવડાવવા માટે ખાલી ટબમાં બેસાડી હતી. તે દરમિયાન અચાનક કોઈનો ફોન આવતા વિક્રમ વાત કરતા કરતા ઘરની બહાર નીકળી ગયા હતા. આ દરમિયાન બાળકીની પાસે રમતા 4 વર્ષના દીકરા ચીરાગે પાણીનો નળ ચાલુ કરી નાખ્યો હતો. પરંતુ જ્યાં સુધી તેની માતા રેખા તેને નવડાવવા માટે બાથરુમમાં પહોંચી ત્યાં સુધીમાં તો બાળકી પાણીમાં ડૂબી ગઈ હતી.

ત્યાર બાદ માતા ​​​​​​​રેખાએ ઝડપથી બાળકીને પાણીમાં બહાર કાઢી નાખી પરંતુ ત્યાં સુધીમાં તેના શ્વાસ અટકી ગયો હતો. રેખાએ બુમાબૂમ શરૂ કરી નાખી ત્યારે અડોશ પડોશના લોકો ત્યાં પહોંચી આવ્યા હતા. બાળકીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, પરંતુ ત્યાં ડોક્ટર્સે તેને મૃત જાહેર કરી હતી.

ઘટનાની જાણ થતા જ સિવિલ લાઈન પોલીસ સ્ટેશનના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. ત્યારબાદ બાળકીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરીને તેના પરિવારજનોને સોંપી દેવાયુ હતું. સિવિલ લાઈન પોલીસ અધિકારી હરીઓમે કહ્યું છે કે, બાળકીનું ટબમાં ડૂબી જવાના કારણે મોત નિપજ્યું છે. પરિવાર દ્વારા આ દુર્ઘટનાને એક એક્સિડન્ટ કહેવામાં આવ્યો છે. તેમ છતાં પોલીસ દ્વારા ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.

Scroll to Top