આજે મોટાભાગના વિદ્યાર્થીઓ નું લક્ષ્ય છે દેશની સૌથી અઘરી ગણાતી UPSC ની પરીક્ષા પાસ કરવાનું,હવે આ દેશની સૌથી અઘરી પરિક્ષા ગણાતી હોઈ તો આના શિક્ષકો કેવા હોઈ ? કેટલા ટેલેન્ટેડ હોઈ ?આના કોચિંગ કલાસ કરાવવા વાળા શિક્ષકો શુ ભણેલા હશે?
આ તમે વિચારો તો એક જવાબ આવશે, કે એમને એમના અનુભવ પ્રમાણે upsc ક્લિયર કરેલી હશે,અને અદ્ભુત નોલેજેબલ પર્સન હશે, તો શું તમે સાચું માની શકશો ? કે આ પરીક્ષાની તૈયારી 13વર્ષનો એક ટેનિયો પણ કરાવે છે?તો વાંચો એ 13વર્ષના શિક્ષકની સ્ટોરી,13 વર્ષનો બાળક કરાવે છે UPSCની તૈયારી, યૂટ્યૂબ પર લાખો સબસ્ક્રાઈબર્સ છે આ બાળક ના.
13 વર્ષનો છોકરો કરાવે છે UPSCની તૈયારી.
UPSCની પરીક્ષા પાસ કરવા માટે લોકો વર્ષો સુધી કઠોર મહેનત કરે છે. આ પરીક્ષા પાસ કરવા રાત-દિવસ જોયા વિના વાંચ્યા કરે છે. આજે આ પરીક્ષાની તૈયારી કરવા માટે ઘણા ઓનલાઈન પ્લેટફોર્મ ઉપલબ્ધ છે.તમને જાણીને નવાઈ લાગશે કે ભલભલા વ્યક્તિને આ પરીક્ષા પાસ કરવામાં મુશ્કેલી પડે છે ત્યારે એક 13 વર્ષનો છોકરો આ પરીક્ષાની તૈયારી કરાવે છે. આ બાળકનું નામ અમર સાત્વિક છે.
અમર પોતે 9મા ધોરણમાં ભણે છે પરંતુ ઓનલાઈન સિવિલ સર્વિસિઝની તૈયારી કરાવે છે.
2016માં શરૂ કરી યૂટ્યૂબ ચેનલ અમરે પોતાની યૂટ્યૂબ ચેનલ 2016માં શરૂ કરી હતી. આજે તેની ચેનલ ‘લર્ન વિથ અમરનાથ’ પર લાખો સબસ્ક્રાઈબર્સ છે. 13 વર્ષનો અમર સોશિયલ મીડિયા પર સૌથી યંગેસ્ટ સિવિલ સર્વિસ ટ્રેનિંગવાળો વ્યક્તિ બન્યો છે. સાથે જ દેશનો સૌથી પોપ્યુલર યૂટ્યુબર છે.
IAS ઓફિસર બનવા માગે છે અમર.
અમર પોતાની ચેનલ પર ભૂગોળ ભણાવે છે. તે લોકેશન, દેશ, કેન્દ્ર શાસિત પ્રદેશ, વૉટર બોડીઝની યાદ રાખવાની ટ્રિક્સ સમજાવે છે. સાથે જ સબસ્ક્રાઈબર્સની રિક્વેસ્ટ પર પણ વીડિયો પોસ્ટ કરે છે. જણાવી દઈએ કે અમર મોટો થઈને IAS ઓફિસર બનવા માગે છે. તેલંગાણામાં જન્મેલા અમરે 10 વર્ષની ઉંમરે પોતાની ચેનલ શરૂ કરી હતી.
પિતાએ આપી ટ્રેનિંગ.
લર્ન વિથ અમરના સબસ્ક્રાઈબર્સની સંખ્યા 2.33 લાખ છે. અમર જલ્દી જ પોતાની ચેનલ પર ઈકોનોમિક્સ અને પોલિટિકલ સાયન્સ ભણાવવાનું શરૂ કરશે. અમરને ટ્રેનિંગ તેના પિતા ગોવર્ધન આચારીએ આપી છે, જે એક સરકારી ટીચર છે. અમરનો નાનો ભાઈ પણ તેને યૂટ્યૂબ ચેનલમાં મદદ કરે છે. અત્યાર સુધી તે 13થી વધુ વીડિયો પોસ્ટ કરી ચૂક્યો છે. લર્ન વિથ અમર