story

કાગળનો એક ટુકડો થોડા મનમાં છૂટાછેડા કરી શકે

કાગળનો એક ટુકડો રાધિકા અને નવીન આજે તલાક ના કાગળ મળી ગયા હતા.બંને સાથેજ કોર્ટથી બહાર આવ્યા. બંને ના પરિવાર સાથે હતા અને તેમના ચહેરા પર વિજય અને નિશાન ચોખ્ખા દેખાઈ રહ્યા હતા. ચાર વર્ષની લાંબી લડાઈ પછી આજે ફેંસલો આવ્યો હતો.

દસ વર્ષ થઈ ગઈ હતા લગનના પરંતુ સાથે છ વર્ષ રહી શક્યા.ચાર વર્ષ તો તલાક ની કાર્યવાહી માં લાગી ગયા. રાધિકાના હાથમાં દહેજ ના સામાનની લિસ્ટ હતી જે અત્યારે નવીન ના ઘરે થી લેવાનું હતું અને નવીન ના હાથ ઘરેણાં ની લિસ્ટ હતી જે રાધિકા જોડે લેવાનું હતું.

સાથ માં કોર્ટે એ આદેશ પણ હતો કે નવીન દશ લાખ રૂપિયા ની રકમ એકસાથે રાધિકાને ચૂકવે.રાધિકા અને નવીન બંને એક જ ટેમ્પો માં બેસીની નવીન ના ઘરે પોહચ્યાં. દહેજ માં આપેલા સમાન ની નિસાનદેહી રાધિકા ને કરવાની હતી. એટલા માટે ચાર વર્ષ પછી સાસરામાં જઈ રહી હતી. છેલ્લી વાર બસ એના પછી ક્યારેય નહીં આવાનું અહીંયા.બધા પરિજનો પોત પોતાના ઘરે જઈ ચુક્યા હતા.નવીન ઘરમાં એકલો રહેતો હતો. માં બાપ અને ભાઈ આજે પણ ગામ માં રહે છે. રાધિકા અને નવીનનું બાળક અત્યારે સાત વર્ષ નો હતો કોર્ટ ના ફેસલા અનુસાર બાલિક થવા સુધી રાધિકા પાસે રહેશે. નવીન મહિના માં એક વાર મળી શકે છે.ઘરમાં પ્રવેશતા જ જૂની વાત યાદ આવી ગઈ. કેટલી મહેનતથી જ શણગારું હતું રાધિકા એ. એક એક વસ્તુ માં વસી હતી જાન. એ બધું એની આંખો ની સામે બન્યું હતું. એક એક ઇંટ થી ધીમે ધીમે ઘર બનતા જોયું હતું એને. કેટલી શીદત થી નવીને એના સપના ને પૂરું કર્યો હતો. નવીન થાકેલો હારેલો સોફા પર સુઈ ગયો. બોલ્યો લઇ લો જે જોઈ હું નહીં રોકુ.

રાધિકાએ હવે નવીન ને જોયો. ચાર વર્ષમાં કેટલો બદલી ગયો છે. વાળ માં સફેદી દેખાવા લાગી છે. શરીર પહેલાથી અડધું રહી ગયું છે. ચાર વર્ષમાં ચહેરા ની રોનક ગાયબ થઈ ગઈ છે.તે સ્ટોર રૂમ તરફ જવા લાગી જ્યાં તેનો દહેજ નો વધારે સામાન પડ્યો હતો. સામાન જૂની ફેશનનો હતો એટલે ભંગાર ની જેમ સ્ટોર રૂમમાં નાખી દીધો હતો. મળ્યું પણ કેટલું હતું દહેજમાં. પ્રેમ લગન હતા બંનેના. ઘરવાળા તો મજબૂરીમાં સાથે થયા હતા. પ્રેમ લગન હતું એટલે તો કોઈની નજર લાગી ગઈ. કારણકે પ્રેમ જોડી હતી એટલે દરેક કોઈ તૂટતા જોવા માંગે છે.બસ એક વાર પીને બહેકી ગયો હતો નવીન. હાથ ઉઠાવી બેઠો હતો એના પર. બસ તે ગુસ્સામાં માયકે ગતિ રહી હતી.ફરી ચાલુ થયું લગાવું શીખાવાનો દોર. અહીંયા નવીન ના ભાઈ ભાભી અને ત્યાં રાચીક ની માં. નોબત કોર્ટ સુધી પહોંચી અને તલાક થઈ ગયો.

ના રાધિકા આવી અને ના નવીન લેવા ગયો રાધિકા ની માં બોલી “કયાં છે તારો સમાન? અહીં તો નહીં દેખાતો. વેચી કાઢ્યો હશે એ દારૂડીયે ?બંધ થાઓ માં,રાધિકા ને ન જાણે કેમ નવીન ને એના મોઢા પર દારૂડિયો કહેવું સારું ના લાગ્યો.પછી સ્ટોરે રૂમમાં પડેલા સમાન ને એક એક કરી ને લિસ્ટ માં જોયું.બીજા રૂમમાંથી પણ લિસ્ટ નો સામાન લીધો.રાધિકા એ ખાલી પોતાનો સામાન લીધો નવીન ના સામાન ને અડી પણ નહીં. પછી રાધિકા એ નવીન ને ઘરેણાં ભરેલો થેલો પકડાવી દીધો. નવીને થેલો પાછો આપી દીધો રાખો , મારે નહીં જોતો કામ આવશે તારે મુસીબત માં ઘરેણાં ની કિંમત 15 લાખથી ઓછી નહીં. “કેમ, કોર્ટ માં તમારો વકીલ કેટલી વાર ઘરેણાં ઘરેણાં બોલી રહ્યો હતો.”કોર્ટ ની વાત કોર્ટ માં પતિ ગઈ, રાધિકા. ત્યાં તો મને પણ દુનિયા નો સૌથી ખરાબ પ્રાણી અને દારૂડિયો સાબિત કરવામાં આવ્યો.સાંભળી ને રાધિકાની માં એ નાક ચઢાવી દીધું.નહીં જોતું.તે દસ લાખ પણ નહીં જોતા.

કેમ?કહીને નવીન સોફા પર થી ઉભો થઇ ગયો.બસ એમ જ. રાધિકાએ મોઢું ફેરવી લીધું. આટલી મોટી જિંદગી પડી છે કેવી રીતે કાઢસો? લઈ જાઓ. કામ આવશે.એટલું કહીને નવીને પણ મોઢું ફેરવી લીધું અને બીજા રૂમ ગતો રહ્યો. કદાચ આંખો માં કશું આવ્યું હશે જેને છુપાવું જરૂરી છે.રાધિકા ની માતા ગાડી વાળા ને ફોન કરવામાં વ્યસ્ત હતી.રાધિકા ને પણ ટાઈમ મળી ગયો. તે નવીન ના પાછળ એ રૂમ ગઈ. તે રોઈ રહ્યો હતો. અજીબ મોઢું બનાવી ને. જેથી અંદરના સૈલાબ ને દબાવાની જદોજહદ કરી રહ્યોં હતો. રાધિકાએ એને ક્યારેય રોટા નહીં જોયો. આજે પહેલી વાર જોયો ન જાણે કેમ દિલને એક સૂકુંન મળ્યું.પણ વધારે ભાવુક ના થઈ. સીધા અંદાજ થી બોલી એટલી ચિંતા હતી તો કેમ તલાક આપ્યો મેં નહીં તલાક તે આપ્યો છે,સહી તો તે પણ કર્યા,માફી નહીં માંગી શકતો હતો?મોકો ક્યારે આપ્યો તારા પરિવારે. જ્યારે પણ ફોન કર્યો કાપી નાખ્યો.ઘરે પણ આવી શકતો હતો?હિમ્મત ના થઈ? રાધિકા ની માં આવી ગઈ. તે એનો હાથ પકડી બહાર લઈ ગઈ. હવે કેમ વાત કરો છો એના જોડે? હવે તો રિશ્તા પણ પતિ ગયા છે.માં બેટી બહાર સોફા પર બેસી ને ગાડી ની રાહ જોઈ રહ્યા હતા.

રાધિકાની અંદર પણ કશુ તૂટી રહ્યું હતું. દિલ બેસી જઇ રહ્યું હતું. તે સુન્ન થઈ જી રહી હતી. જે સોફા પર બેઠી હતી તે ધારી ને જોઈ રહી હતી. કેવી કેવી બચત કરી ને એને અને નવીને તે સોફો ખરીદ્યો હતો. પુરા શહેર માં ફરી હતી ત્યારે આ સોફો પસંદ આવ્યો હતો.પછી એની નજર ની સામે તુલસી નો સુકેલો છોડ પર ગઈ. કેટલી શીદત થઈ દેખભાળ કરતી હતી. એની સાથે તુલસી પણ ઘર છોડી ગઈ.ગભરાટ વધારે થઈ તો ફેરથી ઉભી થઈને અંદર ગઈ. માં એ પાછળ થી બોલાવ્યા પણ અનસુનો કરી દીધો. નવીન બેડ પેટ ઊંધા મોઢા પર પડ્યો હતો. એક વાર તો તેને એના પર દયા આવી. હવે તે જાણતી હતી કે હવે તો બધું પતિ ગયું છે એટલે એને હવે ભાવુક નહીં થવાનું.એને સરસરી નજરથી રૂમ ને જોયું. અસ્ત વ્યસ્ત થઈ ગયુ હતુ રૂમ. ક્યાં ક્યાં તો મકડી ના જાલ પણ જુલી રહ્યા હતા. કેટલી નફરત હતી એ મકડી ની જાળોમાં? પછી એને નજર ચારે બાજુ લાગેલા ફોટા પર ગઈ જેમાં તે નવીનથી ચોંટી ને હસતી હતી. કેટલા સારા દિવસો તે હતા.એટલા માં ફરીથી માં આવી ગઈ. હાથ પકડી ને પાછી તેને બહાર લઈ ગઈ.બહાર ગાડી આવી ગઈ હતી. સામાન ગાડી માં મુકવામાં આવી રહ્યો હતો. રાધિકા શાંતિ થી બેઠી હતી. નવીન ગાડી નો અવાજ સાંભળી બહાર આવી ગયો.

અચાનક નવીન કાન પકડીને ઘૂંટનો પર બેસી ગયો.બોલ્યો ના જાઓ,,, માફ કરી દો.કદાચ એ શબ્દ હતા જેને સાંભળવા માટે ચાર વર્ષથી તડપી રહી હતી. સબ્ર ના બધા પુલ એક સાથે ટૂટી ગયા. રાધિકા એ કોર્ટ ના ફેસલા વાળું કાગળ કાઢી ફાડી નાખ્યું.અને માં કશું કહે એને પહેલા ચોંટી ગઈ નવીનથી. સાથે બને ખરાબ રીતે રોવા જઇ રહ્યા હતા. દૂર ઉભી રાધિકા ની માં સમજી ગઈ કે કોર્ટ નો આદેશ દિલો સામે કાગળ થી વધારે કશું નહીં.

કદાચ એમને પહેલા મળવા દીધા હોત તો?

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker