કોરોનાની ત્રીજી લહેરની આશંકાઓ વચ્ચે કેન્દ્ર સરકારે તૈયારીઓ શરૂ કરી દીધી છે. દેશમાં મેડિકલ ઓક્સીજનની ઉપલબ્ધતાને લઇને પીએમ નરેન્દ્ર મોદીએ શુક્રવારે હાઇલેવલ મીટિંગ તરફથી 1,500 ઓક્સીજન પ્લાન્ટ લગાવવાનો આદેશ આપ્યો છે. આ પ્લાન્ટને દેશભરના અલગ અલગ ભાગમાં સ્થાપિત કરવામાં આવશે. પીએમ મોદીએ આ મીટિંગમાં અધિકારીઓને કહ્યુ કે તે સુનિશ્ચિત કરે કે આ જલ્દીથી જલ્દી કામ સુનિશ્ચિત કરવુ છે. આ સાથે જ મીટિંગમાં પીએમ મોદીએ હોસ્પિટલ સ્ટાફને ઓક્સીજનના સંચાલન માટે જરૂરી ટ્રેનિંગ આપવા પર ભાર મુક્યો હતો.
આ ઓક્સીજન પ્લાન્ટની ફંડિગ પીએમ કેર્સ ફંડમાંથી કરવામાં આવશે, જેનાથી દેશમાં 4 લાખ ઓક્સીજન બેડ તૈયાર કરવામાં મદદ મળશે. પીએમ નરેન્દ્ર મોદીએ આ મહત્વની મીટિંગમાં કહ્યુ કે દરેક જિલ્લામાં આવા કેટલાક લોકો હોવા જોઇએ જેમણે ઓક્સીજન પ્લાન્ટનું સંચાલન અને સાર સંભાળના હિસાબથી ટ્રેનિંગ આપવામાં આવે. ભારતમાં માર્ચથી લઇને મે સુધી ચાલેલી કોરોનાની બીજી લહેરમાં મોટા પાયે કોરોનાના કેસ મળ્યા હતા. આટલુ જ નહી પ્રથમ લહેરના મુકાબલે આ વખતે ઓક્સીજનની કમીના કેસ ઘણા વધુ જોવા મળ્યા હતા. બીજી તરફ મુંબઇ, દિલ્હી, બેંગલુરૂ સહિત દેશના તમામ શહેરોમાં મેડિકલ ઓક્સીજન, વેન્ટિલેટર, બેડ્સની કમી પડી ગઇ હતી.જેને કારણે સરકારે પણ ટિકાનો સામનો કરવો પડ્યો હતો.
આ કારણે ત્રીજી લહેરનીઆશંકા વચ્ચે પીએમ મોદીએ આ મીટિંગ કરી હતી અને જલ્દી ઓક્સીજન પ્લાન્ટ સ્થાપિત કરવાના આદેશ આપ્યા છે. પીએમ મોદીએ આ મીટિંગમાં કહ્યુ કે કેન્દ્ર સરકારના અધિકારીઓએ રાજ્ય સરકાર સાથે મળીને કામ કરવુ જોઇએ અને આ નક્કી કરવુ જોઇએએ હોસ્પિટલમાં સ્ટાફને યોગ્ય ટ્રેનિંગ થઇ શકે. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યુ કે સરકારોએ નવી ટેકનિકનો ઉપયોગ કરવો જોઇએ જેથી સ્થાનિક અને રાષ્ટ્રીય સ્તર પર ઓક્સીજન પ્લાન્ટના કામકાજનું મોનિટરિંગ કરી શકાય.
આ મીટિંગ દરમિયાન અધિકારીઓએ પીએમ નરેન્દ્ર મોદીને જણાવ્યુ કે તેમના દેશભરમાં 8,000 લોકોને ટ્રેનિંગ આપવાનો ટાર્ગેટ છે. કેબિનેટના ફેરબદલ અને વિસ્તાર બાદ પીએેમ નરેન્દ્ર મોદી તરફથી કોરોનાને લઇને આ પ્રથમ હાઇલેવલ મીટિંગ હતી. મહત્વપૂર્ણ છે કે ફેરબદલ હેઠળ હેલ્થ મિનિસ્ટર ડૉ. હર્ષવર્ધનને હટાવી દેવામાં આવ્યા છે અને આ જવાબદારી મનસુખ માંડવિયાને સોપવામાં આવી છે.