રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી આપઘાતના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં કોરોનાકાળ દરમિયાન અનેક લોકો આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છે જ્યારે અન્ય લોકો માનસિક તણાવના કારણે આપઘાત કરતા હોય તેવું જાણવા મળ્યું છે. પરંતુ આજે આ બાબતમાં કંઇક અલગ જ ઘટના સામે આવી છે જેને જાણી તમે આશ્વર્યચકિત થઈ જશો. કેમકે આજે સુરતથી મોબાઈલ ના આપવાના કારણે એક સગીરા દ્વારા આપઘાત કરવામાં આવ્યો હોવાની જાણકારી સામે આવી છે.
સુરત શહેરના વેડરોડ પર આવેલી આનંદ પાર્ક સોસાયટીમાં 16 વર્ષીય સગીરા દ્વારા આપઘાત કરી લેતા પરિવારમાં શોકની લહેર છવાઈ ગઈ છે. જ્યારે દીકરીના આપઘાત માટે મોબાઇલ કારણભૂત હોવાનું જાણકારી સામે આવી છે. પિતા દ્વારા દીકરી પાસેથી મોબાઇલ લઇ લેવામાં આવતા ૧૬ વર્ષીય સગીરા દ્વારા આ ગંભીર પગલું ભરી લેવામાં આવ્યું હતું. મૃતકના પિતા રીક્ષા ચલાવી ઘરનું ગુજરાન ચલાવી રહ્યા છે.
જ્યારે 16 વર્ષીય વિદ્યાર્થિનીએ ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધીને આપઘાત કરી લેવામાં આવ્યો હતો. તેની સાથે પ્રાપ્ત માહિતી મુજબ, સગીરાનું નામ ખુશ્બૂ ક્રિપાશંકર ઉપાધ્ય રહેલ છે. ખુશ્બુએ સુસાઈડ નોટમાં લાલ કલરથી ‘I hate my life’ લખ્યું હતું. ખુશ્બુ ધોરણ-11માં અભ્યાસ કરી રહી હતી. જયારે પરિવારના સભ્યોને દીકરીની લાશ લટકતી મળી આવતા તેને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. તેમ છતાં ત્યાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી. આ બાબતમાં ચોક બજાર પોલીસ દ્વારા તપાસ શરુ કરવામાં આવી રહી છે.