કેન્દ્ર સરકાર દ્વારા 16 જાન્યુઆરીથી દેશમાં વેક્સિનેશનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. કોરોનાને કારણે હાલત એટલી ખરાબ છે. કે હાલમાં વેક્સિન એક માત્ર ઉપાય છે. કે જેના દ્વારા આપણે કોરોનાને રોકી શકીશું. ગુજરાતની વાત કરીએ તો રાજ્યમાં અત્યાર સુધીમાં 3 કરોડ 50 લાખ કરતા વઘું લોકોને વેક્સિન આપવામાં આવી છે.
પરંતુ વેક્સિનેશનની આ કામગીરીમાં 23 લાખ વેક્સિનના ડોઝ વેસ્ટ ગયા હોવાનું સામે આવ્યું છે. જેથી કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારને ટકોર કરવામાં આવી છે. એક કોવીશિલ્ડની શીશીમાં 10 ડોઝ હોય છે. અને અને કોવોક્સિનની શીશીમાં 20 ડોઝ હોય છે. જ્યારે તમે શીશીને ખોલો એના 4 કલાકની અંદર બધાજ ડોઝ આપી દેવા પડે છે.
અને જો તમે ડોઝ ન આપો તો પછી શીશીમાં રહેલા બધાજ ડોઝ ખરાબ થઈ જતા હોય છે. આમા વાંક કોઈનો નથી કારણકે આપણા ત્યા લોકો રસી લેવાનું ટાળી રહ્યા છે. જેના કારણે વેક્સિનના ડોઝ વેસ્ટ જઈ રહ્યા છે. અને બીજી તરફ જે લોકો રસી લેવા માટે નથી જઈ રહ્યા તેમને તંત્ર દ્વારા કે સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની ટકોર પણ નથી કરવામાં આવતી.
દિલ્હીની એલએનજેપી હોસ્પિટલમાં 24 કલાક રસીકરણની પ્રક્રિયા કરવામાં આ રહી છે. અને હોસ્પિટલના ડૉક્ટરો દ્વારાજ એવું કહેવામાં આવ્યું છે કે જો રસી લેનાર ઓછા હોય તો શીશી ખોલ્યાબાદ બાકીના ડોઝ ખરાબ થઈ જતા હોય છે. બીજી તરફ સિંગલ ડોઝની રસીની શીશીઓ મોંઘી પડે છે. જેથી કંપની દ્વારા સિંગલ ડોઝની શીશી બનાવામાં નથી આવતી.
વિશ્વમાં ભારતની અંદર વેક્સિનેશનનું અભિયાન બિજા ક્રમે છે.ભારત દ્વારા અય દેશોમાં પણ વેક્સિન આપવામાં આવી રહી છે. પરંતુ આપણા ત્યાજ વેક્સિનનો વેસ્ટ થતો હોવાનું સામે આવ્યું છે. તેનું મુખ્ય કારણ છે કે વેક્સિનની શીશી ખોલ્યા બાદ તેને 4 કલાકમાં વાપરી કાઢવી પડે જો ન વાપરો તો તે વેક્સિન બાદમાં બગડી જતી હોય છે.
ઉલ્લેખનિય છે કે આપણા દેશમાં રસીનો બગાડ સરેરાશ 6.5 ટકા જેટલો થઈરહ્યો છે. જેમા તેલંગણામાં સૌથી વધારે રસીનો બાગડ થઈ રહ્યો છે. આ મામલે વડાપ્રધાન દ્વારા પણ મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરવામાં આવી હતી. અને તેમણે ચીંતા વ્યક્ત કરી હતી. સાથેજ તેમણે દરેક રાજ્યના મુખ્યમંત્રીઓને જણાવ્યું કે દેશમાં રસીનો એકપણ ડોઝ બગડવો ના જોઈએ.