નોટબંધી વિરુદ્ધ કારોબારી સંગઠનોની સૌથી મોટી દલીલ એ છે કે ખુદ સરકારી આંકડાં અનુસાર દેશમાં માઈક્રો, સ્મોલ એન્ડ મિડિયમ એન્ટરપ્રાઈઝીસની સંખ્યા 4 કરોડ જેટલી છે. જ્યારે જીએસટી રજિસ્ટ્રેશન એક કરોડની આસપાસ છે. એટલે કે, 75 ટકા વેપારીઓ અસંગઠિત ક્ષેત્રના છે, જેમનું ટર્નઓવર 20 લાખ રુપિયાથી ઓછું છે.
ચેમ્બર ઓફ ટ્રેડ ઈન્ડસ્ટ્રીઝના કન્વીનર બ્રજેશ ગોયલના જણાવ્યા અનુસાર, ભારત કેશ આધારિત અર્થવ્યવસ્થા છે, અને નોટબંધીએ તેની કરોડરજ્જુ પર હુમલો કર્યો છે. આ મારથી નાના ધંધાર્થીઓ હજુય બહાર આવી શક્યા નથી. આરબીઆઈએ માન્યું છે કે, 15.44 લાખ કરોડમાંથી 15.31 લાખ કરોડ રુપિયા સિસ્ટમમાં પાછા આવી ગયા છે, મતલબ કે બ્લેક મની તો ખતમ ન થયું પરંતુ અસંગઠિત ક્ષેત્રના વેપારધંધા ખોરવાઈ ગયા. લાખો યુનિટો બંધ થયા અને અનેક લોકો બેરોજગાર બન્યા.
ભારતીય ઉદ્યોગ વેપાર મંડળના જનરલ સેક્રેટરી વિજય પ્રકાશ જૈન કહે છે કે, અસંગઠિત ક્ષેત્ર અને નાના વેપારી નોટબંધીના મારથી બહાર આવે તે પહેલા તો જીએસટી આવી ગયો. તેનાથી મોટી સંખ્યામાં કારોબારી મુખ્યધારામાં આવવાને બદલે તેમાંથી કપાઈ ગયા, કારણકે જીએસટી અનરજિસ્ટર્ડ વેપારીઓ પાસેથી ખરીદીને પ્રોત્સાહન નથી આપતું. નોટબંધીમાં જે નુક્સાન થયું, તેની ભરપાઈ ન થઈ શકી અને માર્કેટમાં કેશ હતું તેટલું પાછું આવી ગયું. ડિજિટલ પેમેન્ટથી સૌથી મોટો ફાયદો તો ઈ-વોલેટ કંપનીઓ અને ઈ-કોમર્સ કંપનીઓને મળે છે.
નોટબંધીના બે વર્ષ પૂર્ણ થયા, જાણો ક્યાં કેવી અસર થઈ
બે વર્ષ પહેલા આજના દિવસે વડાપ્રધાન મોદીએ નોટબંધીની જાહેરાત કરી હતી. 8 નવેમ્બર 2016ના રોજ સાંજે તેમણે એ કહીને દુનિયાને આશ્ચર્યમાં મૂકી દીધી હતી કે હવે 500 અને 1000ની નોટ 12 વાગ્યાથી ચલણમાં નહીં રહે. પીએમ મોદીની જાહેરાત બાદ અફરા-તફરીનો માહોલ ઉભો થઈ ગયો હતો. જોકે, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ 500 રુપિયાની નવી નોટ સર્ક્યુલેશન મૂકી હતી, પણ 1000ની નોટ સંપૂર્ણ રીતે ખતમ કરી નાખવામાં આવી હતી અને 2,000ની નોટ પણ લાવવામાં આવી હતી. નોટબંધીના બે વર્ષ પછી તમામ પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે. આવો જાણીએ મહત્વના મુદ્દાઓ વિશે.
1. આરબીઆઈએ નોટબંધી બાદ 500 રુપિયા અને 2.000ની નવી નોટ છાપવા માટે 7,965 કરોડ રુપિયા ખર્ચ કર્યો. પાછલા વર્ષે નોટ છાપવા પર અડધાથી ઓછો 3,421 કરોડ રુપિયા ખર્ચ થયો હતો. નાણા વર્ષ 2017-18માં નોટ છાપવા પર 4,912 કરોડનો ખર્ચ થયા હતો.
2. પ્રિન્ટિંગ અને અન્ય ખર્ચામાં વૃદ્ધિની અસર આરબીઆઈ દ્વારા સરકારને આપવાના લાભાંશ પર પડ્યો. કેન્દ્રીય બેંકે કહ્યું કે નાણાં વર્ષ 2016-17માં તેની આવક 23.56 ટકા ઘટી, જ્યારે ખર્ચ બમણા કરતા વધુ 107.84 ટકા વધ્યો.
3. નાણા વર્ષ 2017-18માં 500 અને 1000ની રુપિયાના 2,700 કરોડ જૂની નોટો નષ્ટ કરાઈ. પાછલા વર્ષે તેની સંખ્યા 1,200 કરોડ હતી.
4. નાણા વર્ષ 2017-18ના એન્યુઅલ રિપોર્ટ મુજબ આરબીઆઈએ જણાવ્યું કે માર્ચ 2018ના અંત સુધી મૂલ્યના હિસાબે સર્ક્યુલેશનમાં 37.7 ટકા નોટ વધીને 18.03 લાખ કરોડ રુપિયા થઈ ગયા છે. સંખ્યા પ્રમાણે સર્ક્યુલેશનમાં વધારો નોટની ટકાવારી 2.1 રહી. તેનાથી ખ્યાલ આવે છે કે નોટબંધી પાછળ ડિજિટલાઈઝેશન અને ઓછા ચલણવાળી અર્થવ્યવસ્થા (લેસ કેશ ઈકોનોમી) પર જોર આપ્યું છે કે, સરકારે ઉદ્દેશ્ય પૂર્ણ નથી થયો.
5. આરબીઆઈ ડેટા મુજબ, 2017-18 દરમિયાન બેંકિંગ સિસ્ટમમાં 5 લાખ 22 હજાર 783 નકલી નોટોની માહિતી મળી. એટલે કે કુલ નોટોમાં પકડાયેલી નકલી નોટોનું પ્રમાણ 36.1 રહ્યું છે જે 2016-17માં માત્ર 4.3 ટકા હતું.
6. નોટબંધી બાદ દેશમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનનું પ્રમાણ ઝડપથી વધ્યું. સપ્ટેમ્બર 2018 સુધી BHIM એપનું એન્ડ્રોઈડ વર્ઝન 3 કરોડ 55 લાખ જ્યારે આઈઓએસ વર્ઝન 17 લાખ ડાઉનલોડ થઈ ગયું હતું. આંકડા દર્શાવે છે કે 18 ઓક્ટોબર 2018 સુધી ભીમ એપથી 8,206.37 કરોડ રુપિયાની રકમના કુલ 18 લાખ 27 હજાર ટ્રાન્ઝેક્શન થયું.
7. નાણા વર્ષ 2017-18માં આવક વિભાગના રિટર્ન કરવાની અંતિમ તિથિ 31 ઓગસ્ટની સમાપ્તિ પર પ્રાપ્ત કુલ રિટર્નની સંખ્યા 71% વધીને 5.42 કરોડ રહી. ઓગસ્ટ 2018 સુધી દાખલ થયેલા રિટર્નની સંખ્યા 5.42 કરોડ રહી જે ઓગસ્ટ 2017માં 3.17 કરોડ હતી. આ દાખલ રિટર્નની સંખ્યામાં 70.86% વૃદ્ધિ દર્શાવે છે.