17 પક્ષોની આ માંગ શું 2019ની ચૂંટણીમાં લાવશે મોટો U-ટર્ન ?

2019ની લોકસભાની ચૂંટણીને હજી ઘણો સમય બાકી છે ત્યારે રાજકીય પક્ષો તરફથી પોતાના પ્રચારની શરૂઆત કરવામાં આવી રહી છે. એક તરફ ભાજપ પોતાની જીત અને સત્તાને જાળવી રાખવા માટે પ્રયત્ન કરી રહ્યું છે ત્યારે વિરોધી પક્ષ તરફથી ભાજપને રોકવા માટે કોઈ પણ કસર છોડવામાં આવી રહી નથી. આ મામલે હવે 17 રાજકીય પક્ષ તરફથી ફરી એક વખત બેલટ પેપરથી ચૂંટણી કરાવવાની માંગણી કરી છે.

છેલ્લા થોડાં દિવસથી દિલ્હીના પ્રવાસ પર રહેલા પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વિપક્ષના નેતાઓ સાથે મુલાકાત કરી આ મુદ્દે વાતચીત કરી છે. આ મામલે થોડાં દિવસ પહેલાં જ સપાના કાર્યકારિણી બેઠકમાં પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે બેલટ પેપરથી ચૂંટણી કરાવવાની માંગણી કરી હતી. એટલું જ નહીં તેમનો પક્ષ આ માટે ચૂંટણી આયોગની સામે ધારના પણ કરવા માટે તૈયાર છે.

આ મામલે એવું કહેવામાં આવી રહ્યું છેકે, EVMના બદલે બેલટ પેપરથી ચૂંટણી કરાવવાની માંગણી સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પક્ષ, નેશનલ કોંગ્રેસ પાર્ટી, આમ આદમી પાર્ટી, તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ તરફથી માંગણી કરવામાં આવી છે. સપાના રામ ગોપાલ યાદવે કહ્યું હતું કે, આ મામલે ચૂંટણી પંચ પર દબાણ લાવવા માટે અન્ય પક્ષોને પણ એકજૂથ કરવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

આ ઉપરાંત YSR કોંગ્રેસ, DMK, જેડીએસ, ટીડીપી ઉપરાંત લેફ્ટ પાર્ટીઓ પણ બેલટ પેપરથી ચૂંટણી કરાવવાની માંગણી કરી રહ્યા છે. નોંધનીય વાત એ છેકે સરકારની સહયોગી શિવસેના દ્વારા પણ બેલટ પેપરથી ચૂંટણી કરાવવાની માંગણીને સમર્થન આપવામાં આવી રહ્યું છે.

છેલ્લા ઘણાં સમયથી વિપક્ષ તરફથી EVM સાથે છેડછાડ થતો હોવાનો આરોપ લગાવ્યો છે. એટલું જ નહીં 2014માં ઘણાં પક્ષોએ EVM સાથે છેડછાડને પોતાની હાર માટે જવાબદાર ગણાવ્યું છે. સપા અને બસપાએ ઉ.પ્રદેશની ચૂંટણીમાં હાર માટે EVMને જવાબદાર ગણાવ્યું છે. પંજાબ ચૂંટણી સમયે આપ તરફથી પણ આ આરોપ લગાવવામાં આવ્યો છે. હવે 2019 પહેલા દેશમાં રાજકીય સાથે અન્ય પણ ફેરફાર જોવા મળી શકે છે.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here