ગુજરાતમાં કોરોના મહામારીએ ચિંતા વધારી, અમદાવાદમાં સૌથી વધુ કેસ

ગુજરાતમાં કોરોના મહામારનો વિસ્ફોટ થયો છે. નવા વર્ષની શરૂઆતમાં જ કોરોના અને તેના નવા વેરિએન્ટનો રાફડો ફાટ્યો છે ત્યારે હવે દરરોજ સ્થાનિક સંક્રમણમાં પણ નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. આજે રાજ્યમાં કોરોનાના કેસમાં બ્લાસ્ટ થયો છે અને રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2,265 કેસ
નોંધાયા છે. જેથી સ્પષ્ટ સમજી શકાય છે કે, કોરોનાની ત્રીજી લહેર આવી ગઇ છે.

રાજયમાં છેલ્લા 24 કલામાં આવેલા પોઝિટિવ કેસની વાત કરીએ તો અમદાવાદમાં સૌથી વધુ 1290 કેસ,
સુરતમાં 415 કેસ, વડોદરામાં 86 કેસ, આણંદમાં 70, કચ્છમાં 37, રાજકોટમાં 36, ખેડામાં 34, ભરૂચમાં  26, મોરબીમાં 24 અને ગાંધીનગરમાં 23 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 240 લોકોએ કોરોનાને મ્હાત આપી ડિસ્ચાર્જ થઇ પોતાના ઘરે ગયા છે.

રાજ્યમાં એક્ટિવ કેસ વધ્યા

રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 7881 એ પહોંચી છે. ત્યાં જ રાજ્યમાં કોરોનાથી 2 દર્દીના આજે મોત નિપજ્યા છે.રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 8,36,803એ પહોંચ્યો છે. હાલમાં 18 દર્દીની સ્થિતિ સારી ન હોવાથી તેઓને વેન્ટીલેટ પર રાખવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,19,287એ પહોંચી છે.

અમદાવાદમાં ઓમિક્રોનના 2 કેસ નોંધાયા 

કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનની વાત કરીએ તો રાજ્યમાં ઓમિક્રોનના આજે 2 નવા કેસ નોંધાયા છે. આ બંને કેસ અમદાવાદમાં સામે આવ્યા છે. જેમની કોઇ ટ્રાવેલ હસ્ટ્રી નથી.

Scroll to Top