તમિલનાડુના કોઇમ્બતુર શહેરમાં એક મહિલાના પેટમાંથી એટલી મોટી ગાંઠ કાઢવામાં આવી જેના અંગે જાણી તમને પણ નવાઇ લાગશે. દુનિયાની સૌથી મોટી 33.5 કિલોગ્રામની ગાંઠ કાઢવામાં આવી. ઉંટીમાં રહેતા આ મહિલા ખેતરમાં કામ કરનાર એક મજૂર છે. જેમને ઘણા દિવસથી હરવા-ફરવામાં અને શ્વાસ લેવામાં મુશ્કેલી પડતી હતી. જ્યારે તેમને ડૉકટરને દેખાડ્યું તો ખબર પડી કે તેમના પેટમાં ખૂબ જ મોટી ગાંઠ છે. 3 કલાકની સર્જરી બાદ જ્યારે તેને કાઢવામાં આવી તે આ ટ્યુમરનું વજન 33 કિલોથી વધુ હતું. આ ટ્યુમરની તસવીર અહીં જોઇ શકો છો.
જ્યારે આ મહિલા હોસ્પિટલમાં આવ્યા હતા ત્યારે તેમનું કુલ વજન 75 કિલોગ્રામ હતું, જેમાંથી 33.5 કિલોગ્રામ તો માત્ર પેટમાં હાજર ટ્યુમરનું હતું. આ મહિલાને ઓવેરિયન કેન્સર (અંડાશય કેન્સર) હતું, તેના કારણે તેમના અંડાશયમાં આટલી ભારે ગાંઠ બની.
અત્યાર સુધી ભારતમાં કોઇ દર્દીના શરીરમાંથી માત્ર 20 કિલોગ્રામ સુધીની ટ્યુમર નીકાળવામાં આવી હતી. પરંતુ 33.5ના આ ટ્યુમર બાદ એક નવો રેકોર્ડ બન્યો છે. આ રેકોર્ડનું નામ ઇન્ડિયન બુક ઓફ રેકોર્ડ અને એશિયન બુક ઓફ રેકોર્ડમાં સામેલ થઇ ચૂકયું છે. ત્યારબાદ તેને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ અને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવા માટે મોકલાઇ છે.
સર્જરી બાદ મહિલા હવે સુરક્ષિત છે અને તેનું વજન હવે 41.5 કિલોગ્રામ રહ્યું છે. સર્જરીના ત્રણ દિવસ બાદ મહિલાને ડિસ્ચાર્જ કરી દેવાયા છે.