ઉત્તરાખંડના પોડી ગઢવાલમાં એક રોડ દુર્ઘટના થયી છે, જેમાં 45 લોકોની મૌત થઇ ચુકી છે. પોડી ગઢવાલમાં બસ ખાઈમાં પડી જવાથી આ દુર્ઘટના સર્જાઈ છે. સ્થાનીય સૂત્રો અનુસાર નિદંડા બ્લોકમાં પીપળી ભોન મોટર માર્ગ પર યાત્રીઓની એક બસ અનિયંત્રણ થઈને ખાઈમાં પડી ગયી. આ ઘટનામાં 12 લોકો ઘાયલ થયાની ખબર આવી છે. ઘાયલ થયેલા લોકોને નજીકના હોસ્પિટલમાં લઇ જવામાં આવી રહ્યા છે.
80 મીટર ઊંડી ખતરનાક ખાઈમાં પડી
નિદંડા બ્લોકમાં પીપળી ભોન મોટર માર્ગ પર યાત્રીઓની એક બસ અનિયંત્રણ થઈને 80 મીટર ઊંડી ખતરનાક ખાઈમાં પડી ગયી. મળતી માહિતી અનુસાર આ દુર્ઘટનામાં 45 લોકોની મૌત થઇ ચુકી છે.
ઘાયલ થયેલા લોકોને ધુમાકોટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે. રિપોર્ટ અનુસાર આ દુર્ઘટના આજે સવારે લગભગ 8.45 દરમિયાન થયી છે. યાત્રીઓથી ખચાખચ ભરેલી એક પ્રાઇવેટ બસ (UK 12C 0159) રામનગર તરફ જઈ રહી હતી. ખાઈમાં પડ્યા પછી બસના ફુરચા બોલી ગયા. જણાવવામાં આવી રહ્યું છે કે જે લોકો ઘાયલ થયા છે તેમની હાલત ખુબ જ ગંભીર છે.
ઉત્તરાખંડ સીએમ ત્રિવેન્દ્ર સિંહ રાવત ઘ્વારા આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું છે. રેસ્ક્યુ ઓપરેશન માટે ટીમ મોકલી આપવામાં આવી છે. આપણે જણાવી દઈએ કે બસમાં 50 કરતા પણ વધારે લોકો મુસાફરી કરી રહ્યા હતા.
બસ દુર્ઘટના ઉપર રાજ્યપાલ કેકે પોલે પણ દુઃખ વ્યક્ત કરતા મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હછે. સ્પીકર પ્રેમચંદ અગ્રવાલે પણ આ ઘટના પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યું છે. ઉલ્લેખનીય છે કે, બસ 28 સિટરની હતી અને તે ઓવરલોડેડ હોવાના કારણે રસ્તાથી આશરે 60 મિટર નીચે સંગુડી ગદેરે (વરસાદી નાળામાં) પડી હતી.