આ ભાઈએ પથ્થર લઈને ગાડીની શકલ બગાડી નાંખીઃ વાયરલ થયો ફની વિડીયો

દુનિયાભરમાં કેટલીય એવી ગાડીઓ છે કે જેના પર લખેલું હોય તે ઘણા લોકોના સમજની બહાર હોય છે. જે લોકોને ગાડીઓમાં રસ હોય તે લોકો આ વાત સમજી શકતા હોય છે પરંતુ જે લોકોને તેમાં રસ નથી તેમને આ સમજી શકવું મુશ્કેલ હોય છે. કંઈક આવો જ વિડીયો વાયરલ થયો છે. આ વિડીયોમાં એક વ્યક્તિને ગાડી પર 4×4 લખેલું દેખાય છે.

સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહેલા આ વિડીયોને જોઈને સમજી શકાય છે કે, કેવી રીતે એક વ્યક્તિ કંઈપણ સમજ્યા વગર ગણીતનો એક ફોર્મ્યુલા અપનાવે છે અને ગાડીને ખરાબ કરી નાંખે છે. રોડના કિનારે ઉભી રહેલી ગાડી પર 4×4 લખેલું હતું. જેનો અર્થ છે કે ઓલ વ્હિલ ડ્રાઈવ સિસ્ટમ. પરંતુ આ વ્યક્તિને લાગ્યું કે, આ ગણિતનો કોઈ સવાલ છે તે તેણે ગાડી પર જઈને 4×4= 16 કરી નાંખ્યું. એટલે કે આ ભાઈએ (= 16 નો ગુણાકાર કરી નાંખ્યો.

આપને જણાવી દઈએ કે ઓલ-વ્હીલ ડ્રાઈવ સિસ્ટમ એટલે કે ગાડીના ચારેય વ્હિલ એક સાથે પાવર કરી શકે છે. આવી ગાડીઓ ઓફ રોડિંગ, પહાડો, અને ઉબડ-ખાબડ રસ્તાઓ માટે સારી હોય છે. આટલું જ નહી પરંતુ આ પ્રકારની ગાડીઓને ડ્રાઈવર વધારે સારી રીતે કંટ્રોલ કરી શકે છે. આ વિડીયોને ટ્વીટર પર આઈપીએસ અધિકારી પંકજ નૈન દ્વારા શેર કરવામાં આવ્યો છે.

Scroll to Top