5G સર્વિસ લોંચ: ગુજરાતમાં માત્ર ત્રણ શહેરોમાં મળશે 5G સર્વિસની સુવિધા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ આજે દિલ્હીના પ્રગતિ મેદાનમાં 5G સર્વિસની શરૂઆત કરી છે. પીએમ નરેન્દ્ર મોદીએ ઇન્ડિયન મોબાઇલ કોંગ્રેસમાં 5G સર્વિસ લોન્ચ કરી છે. આ સેવાથી ભારતમાં એક નવા જ ડિજિટલ યુગનો પ્રારંભ થશે. પણ હાલનાં સંજોગોમાં દરેક વ્યક્તિ 5Gનો લાભ મેળવી શકશે કે કેમ? એ પ્રશ્ન હજુ ઘણા લોકોમાં છે.

5G ટેકનોલોજીની મદદથી કોઈ પણ પરેશાની વિના હાઈ સ્પીડ ઈન્ટરનેટનો ઉપયોગ કરી શકાય છે. આ ટેકનોલોજીની દુનિયામાં એક ક્રાતિ છે. 5G લોન્ચ થયા બાદ હાલ તો ભારતના 13 શહેરોમાં શરૂ થશે. માટે દરેક દેશવાસીઓને હાલ પૂરતો આ શહેરોમાં રહેતા લોકોને જ લાભ મળશે. જેમાં દિલ્હી, કલકત્તા, ગાંધીનગર, જામનગર, અમદાવાદ વગેરે જેવા શહેરોનો સમાવેશ થાય છે.

ગુજરાતનાં ત્રણ શહેરો

ગુજરાતમાં હાલના તબક્કે ત્રણ શહેરોમાં 5જી સર્વિસનો શુભારંભ થઇ રહ્યો છે. ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર અને જામનગરમાં 5જીની શરૂઆત થઇ રહી છે. માત્ર આ શહેરોમાં રહેવાથી કામ થઈ નથી જતું તમારી પાસે ફોનમાં 5G સપોર્ટ પણ જોઈશે. મોબાઇલમા 5G બેન્ડ જેવા કેઇ કે N/77 અથવા N/78 નો સપોર્ટ પણ હોવો જરૂરી છે.

મોબાઈલમાં 5G સિમ કાર્ડ જોઈએ

કેટલીક ટેલિકોમ ઓપરેટર કંપનીઓએ જાહેરાત કરી દીધી છે કે એમના જુના સીમકાર્ડ ધરાવતા લોકો પણ આવનાર સમયમાં એ જ કાર્ડથી 5જીનો ઉપયોગ કરી શકશે. પરંતુ જો આવી કોઈ વ્યવસ્થા ન કરવામાં આવે તો બની શકે છે કે તમે 5જી ધરાવતા શહેરમાં રહેતા હોવા છતાં અને તમારી પાસે સારો 5જી મોબાઈલ ફોન હોવા છતાં તમે 5G ની સ્પીડનો ઉપયોગ નહીં કરી શકો. માટે આ પ્રકારની વ્યવસ્થા થવી જરૂરી છે એ માટે તમે તમારા ટેલિકોમ ઓપરેટર સાથે વાતચીત કરી શકો છો.

Scroll to Top