સુરતઃ પલસાણા કડોદરા હાઈ વે પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 6નાં ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતા આસપાસથી લોકો દોડી આવ્યા હતા. જ્યારે પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી છે. અને મૃતકોની ઓળખની દિશામાં તપાસ હાથ ધરી છે.
ઈનોવા કારમાં સવાર છ લોકોના મોત
મુંબઈથી અમદાવાદ જતા હાઈ વે પર પલસાણા-કડોદરા નજીક આવેલા કરણ ગામના પીટાયા પાસે એક ઈનોવા કાર(GJ- 6- ED- 0776 ) અને ટ્રક(GJ- 31- T- 3696) વચ્ચે ગમખ્વાર અક્સમાત સર્જાયો હતો. જેમાં ઈનોવા કારમાં સવાર છ લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. ધડાકાભેર સર્જાયેલા અકસ્માતના પગલે આસપાસથી લોકો દોડી આવ્યા હતા. અને તમામ લોકોને કારમાંથી બહાર કાઢ્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. અને મૃતકોની ઓળખની દિશામાં તપાસ હાથ ધરી છે.