75 વર્ષના દાદીમાં બનાવી રહ્યા છે ફાફડા-જલેબીઃ વાયરલ થયો વિડીયો

ભલે ઉંમર કેટલીય મોટી હોય પરંતુ મહેનત કરીને બે ટંકનો રોટલો ખાવા મળે તો કંઈક અલગ જ સુકૂન મળે છે. કંઈક આવો જ એક વિડીયો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થયો છે. નાગપુરમાં 75 વર્ષના એક દાદીમાં એવું કામ કર્યું કે જેને જોઈને લોકો દંગ રહી ગયા. ભાવેશ રાજ પોતાની દાદી સાથે એક લારી લગાવે છે અને ત્યાં ગુજરાતી ફૂડ મળે છે. દાદી પોતાના હાથોથી જલેબી અને ફાફડા બનાવે છે. તેનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

 

નાગપુર ફૂડી નામના ઈન્સ્ટાગ્રામ પેજ પર એક વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વિડીયોમાં જોઈ શકાય છે કે 75 વર્ષીય દાદીમાં ફાફડા બનાવે છે. તેમની માસૂમિયત જોઈને કોઈપણ વ્યક્તિનું દિલ પીગળી જાય. ઈન્સ્ટાગ્રામ પેજના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, 75 વર્ષના દાદી ખૂબ જ મહેનતી છે અને તેમનો દિકરો ભાવેશ દાદીને સપોર્ટ કરે છે. દાદી અને પૌત્રની આ જોડી નાગપુરમાં શાનદાર ફરસાણ માટે ખૂબ જ ફેમસ છે. આ ફરસાણ પોકેટ ફ્રેન્ડલી પણ છે અને તમામ આઈટમ 20 રૂપિયા/ પ્લેટ છે.

નાગપુરમાં રામાનુજ ફાફડાવાળાની દુકાન ધરાસ્કર રોડ પર રૂપમ કલેક્શન સામે છે. આ વિડીયોને જોયા બાદ નેટિજન્સ જોરદાર કમેન્ટ્સ પણ કરી રહ્યા છે. એક યુઝરે આ વિડીયો પર લખ્યું કે, હું ઈમોશનલ થઈ ગયો. આ વિડીયોને 5 લાખથી વધારે લોકોએ લાઈક કર્યો છે અને 85 લાખથી વધારે લોકોએ આ વિડીયો જોયો છે.

Scroll to Top