નવા વર્ષે જ મોટી ભેટ: 32 લાખ લોકોના ખાતામાં સરકાર નાંખશે 2 લાખ રૂપિયા

કેન્દ્ર સરકારના 31 લાખથી વધુ કર્મચારીઓને ટૂંક સમયમાં જ નવા વર્ષની મોટી ભેટ મળવા જઈ રહી છે. કેન્દ્ર સરકાર આ મહિને મોંઘવારી ભથ્થા (DA)ની બાકી રકમ ચૂકવી શકે છે. સરકાર એક જ વારમાં છેલ્લા 18 મહિનાનાં ડીએની બાકી રકમ ચૂકવવાની તૈયારી કરી રહી છે. જો આમ થશે તો આગામી દિવસોમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓને એક સમયે બે લાખ રૂપિયાથી વધુ રકમ મળી શકે છે.

18 મહિનાથી પેન્ડીંગ છે ડીએની ચૂકવણી

એક સરકારી રિપોર્ટ અનુસાર, 1 માર્ચ 2019ના રોજ કેન્દ્ર સરકારના કર્મચારીઓની સંખ્યા 31.43 લાખ હતી. કોવિડ-19ના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને કારણે ડીએની ચૂકવણી 18 મહિનાથી બાકી છે. એક ખબર અનુસાર કેન્દ્ર સરકાર આ મહિને આ કર્મચારીઓના 18 મહિનાથી પેન્ડિંગ ડીએને ક્લિઅર કરવા જઈ રહી છે. જો 18 મહિનાથી પેન્ડિંગ ડીએ ચૂકવવામાં આવે તો ઘણા કર્મચારીઓને એક સમયે બે લાખ રૂપિયાથી વધુ મળી શકે છે.

વધી શકે છે DA, DRA અને કોમ્પનશેસન

એક ખબર અનુસાર કેન્દ્રીય કેબિનેટની આગામી બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવી શકે છે. આ બેઠકમાં ડીએ અને ડીઆર વધારવાનો પણ નિર્ણય લેવામાં આવી શકે છે. આ ઉપરાંત કોમ્પનશેસન (વળતર) વધારવાની પણ તૈયારીઓ કરવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે આ પહેલા ગત વર્ષે ઓક્ટોબરમાં કેન્દ્ર સરકારે DA અને DR 17 ટકાથી વધારીને 31 ટકા કર્યો હતો.

પેન્શનર ભૂતપૂર્વ કર્મચારીઓને પણ થશે ફાયદો

ઉલ્લેખનીય છે કે, ફુગાવાને બેઅસર કરવા માટે DA-DRના વધારાનો લાભ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનર ભૂતપૂર્વ કર્મચારીઓને વર્ષમાં બે વાર આપવામાં આવે છે. જો આવનારી મીટિંગમાં 18 મહિનાનું એરિયર્સ ક્લિયર કરવાનું નક્કી કરવામાં આવે તો લેવલ-1ના કર્મચારીઓને રૂ. 11,880 થી રૂ. 37,554 મળશે. એજ રીતે લેવલ-13ના કર્મચારીઓને એક સમયે રૂ. 1,44,200 થી રૂ. 2,18,200 મળી શકે છે.

Scroll to Top