85 વર્ષના એક વડીલ ઘરે બેઠા જ અચાનક બની ગયા માલામાલઃ કર્યો જોરદાર આઈડિયા…જૂઓ વિડીયો

જો આપ એવા કોઈ વિડીયોની શોધમાં છો કે જે આપના ચહેરા પર મુસ્કાન લાવી શકે તો અને આપનો મૂડ સારો કરી શકે તો એક વડિલ કપલની આ ક્લિપ આપના માટે કારગર સાબિત થઈ શકે છે. હ્યુમન ઓફ બોમ્બેના ઈન્સ્ટાગ્રામ પર પેજ પર શેર કરવામાં આવેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે એક વ્યક્તિએ 85 વર્ષની ઉંમરમાં પોતાની પત્ની સાથે બિઝનેસ પાર્ટનર તરીકે હેર ઓઈલનો વ્યાપાર શરૂ કર્યો.

હ્યુમન ઓફ બોમ્બેએ વિડીયો સાથે શેર કરેલા કેપ્શનમાં લખ્યું કે, આ સૌથી ખાસ ભાગીદારી છે. આ વિડીયોમાં ટેક્સ્ટ મેસેજ દ્વારા જણાવવામાં આવ્યું કે, આ વડીલ વ્યક્તિએ કેવી રીતે 855 વર્ષની ઉંમરમાં પોતાના બિઝનેસની શરૂઆત કરી કે જે વિડીયોને જોવામાં વધારે આનંદદાયક બનાવે છે. વિડીયોના બેકગ્રાઉન્ડમાં બેની દયાલ અને સલીમ મર્ચન્ટ દ્વારા ગાવામાં આવેલું ગીત વાગી રહ્યું છે.

આ વિડીયોને એક દિવસ પહેલા પોસ્ટ કરવામાં આવ્યો છે. વિડીયો પોસ્ટ કરવામાં આવ્યા બાદથી આ વિડીયોને આશરે 14 લાખ લાઈક્સ અને લાખો વ્યુઝ મળ્યા છે. લોકોએ આ વિડીયો પર ખૂબ જ મજેદાર કમેન્ટ્સ પણ કરી છે અને આ વૃદ્ધને સપોર્ટ કર્યો છે. એક ઈન્સ્ટાગ્રામ યુઝરે લખ્યું કે, આ ખૂબ જ પ્યારો અને પ્રેરણાદાયક વિડીયો છે.

Scroll to Top