યૂપી-રાજસ્થાનમાં વાવાઝોડાં-વરસાદમાં 133 ના મોત, જાન-માલને ભારે નુકસાન

ધૂળભરેલી આંધી અને વાવાઝોડાનું જોખમ હજુ ટળ્યું નથી. હવામાન વિભાગે શુક્રવારે અને શનિવારે પણ આ વિશે એલર્ટ આપ્યું છે. ખાસ કરીને રાજસ્થાન અને યુપીમાં ફરી ધૂળભરેલી આંધી આવી શકે છે. આ વિસ્તારોમાં ચક્રવાત થવાની પણ શક્યતા છે. તેની અસર રાજસ્થાનના સીમાવર્તી વિસ્તારોમાં થઈ શકે છે. નોંધનીય છે કે, બુધવારે રાતે ઉત્તરી વિસ્તારોમાં આંધી આવી હતી અને તેની અસરથી દક્ષિણ રાજ્યોમાં ખૂબ વરસાદ થયો હતો. હવામાનમાં આવેલા આ ફેરફારની અશર 12 રાજ્યો ઉપર જોવા મળી હતી.

યુપી, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઝારખંડ, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ અને દિલ્હીમાં ધૂળભેરલી આંધી આવી હતી. જ્યારે તેલંગાણા, બંગાળ અને આંધ્ર પ્રદેશમાં ભારે વરસાદ થયો હતો. આ વાવાઝોડા અને વરસાદમાં 133થી વધુ લોકોના મોત થયા છે. જ્યારે 300થી વધારે ઘાયલ થયા છે.

રાજસ્થાનમાં ફરી આવી શકે છે ધૂળભરેલી આંધી

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે શુક્રવારે ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, હરિયાણા, પંજાબ અને ઉત્તર પ્રદેશના અમુક વિસ્તારો સહિત પૂર્વ રાજસ્થાનમાં વાવાઝોડુ અને આંધી આવવાની શક્યતા છે. પશ્ચિમી રાજસ્થાનના અમુક વિસ્તારોમાં શુક્રવાર ફરી ધૂળભરેલું બવંડર આવી શકે છે. હવામાન વિભાગે 7મેના રોજ પણ પશ્ચિમી રાજસ્થાનમાં ધૂળની ડમરી ઉડવાની શક્યતા વ્યક્ત કરી છે.

જાણો ક્યારે ક્યાં શું થઈ શકે છે?

5 મે- જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડના અમુક વિસ્તારોમાં પવન ફૂંકાવો અને ધૂળભરેલી આંધી આવી શકે છે.
6 મે- જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશના અમુક વિસ્તારોમાં પવન ફૂંકાવો અને ધૂળભરેલી આંધી આવી શકે છે. બરફ પડવાની પણ શક્યતા.
7 મે- હિમાચલ પ્રદેશના અમુક વિસ્તારોમાં પવન ફૂંકાવાની સાથે બરફના ગોળા પણ પડી શકે છે. જમ્મુ-કાશ્મીર , ઉત્તરાખંડ, હરિયાણા, પંજાબ, ચંદીગઢ, દિલ્હી અને પશ્ચિમી ઉત્તર-પ્રદેશના અમુક વિસ્તારોમાં આંધી આવી શકે છે.
પશ્ચિમી રાજસ્થાનના વિવિધ ભાગમાં ધૂળનું બવંડર આવી શકે છે.

3 દુર્લભ વેધર સિસ્ટમના કોમ્બિનેશનના કારણે આવ્યું વાવાઝોડું, ચોમાસા પર નહીં થાય અસર

3 દુર્લભ વેધર સિસ્ટમના કોમ્બિનેશનના કારણે આવી સ્થિતિ ઊભી થઈ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સે રાજસ્થાન, પંજાબ અને હરિયાણા ઉપર સાઈક્લોનિક સર્ક્યુલેશન બનાવ્યું છે. તેના કારણે વીજળી અને વરસાદની સ્થિતિ ઊભી થઈ. આ પેર્ટન યુપી થઈને બિહાર પહોંચી હતી. અહીં બંગાળની ખાડીમાંથી આવતો ભેજ પણ મળ્યો હતો. ઉચ્ચ તાપમાનના કારણે વાવાઝોડા વાળી સ્થિતિ ઊભી થઈ હતી.

12 રાજ્યોમાં આંધી-વરસાદ, 133થી વધુ લોકોના મોત

બુધવારે રાતે ઉત્તરી વિસ્તારોમાં આંધી આવી હતી અને તેની અસરથી દક્ષિણ રાજ્યોમાં ખૂબ વરસાદ થયો હતો. હવામાનમાં આવેલા આ ફેરફારની અશર 12 રાજ્યો ઉપર જોવા મળી હતી. યુપી, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઝારખંડ, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ અને દિલ્હીમાં ધૂળભેરલી આંધી આવી હતી. જ્યારે તેલંગાણા, બંગાળ અને આંધ્ર પ્રદેશમાં ભારે વરસાદ થયો હતો. આ વાવાઝોડા અને વરસાદમાં 133થી વધુ લોકોના મોત થયા છે. જ્યારે 300થી વધારે ઘાયલ થયા છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top