પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારા પછી હવે એલપીજી પણ મોંઘું થઇ ગયું છે. જાણકારી પ્રમાણે સબસિડીવાળા એલપીજી સિલિન્ડરના ભાવમાં 2 રૂપિયા 34 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે સબસિડી વગરના એલપીજી સિલિન્ડરના ભાવમાં 48 રૂપિયાનો વધારો કરી દીધો છે. સરકારોના આંકડા પ્રમાણે વર્તમાનમાં દેશના પ્રત્યેક 100 પરિવારોમાંથી 81 પાસે એલપીજી કનેક્શન છે.
આ વધારા પછી દિલ્હીમાં લોકોને એલપીજી સિલિન્ડર માટે 493 રૂપિયા 55 પૈસા ચુકવવા પડશે. જ્યારે સબસિડી વગરના એલપીજી સિલેન્ડર માટે દિલ્હીમાં 698.50 રૂપિયા ચુકવવાના પડશે.
ભાવવધારા પછી એલપીજીના ભાવ કોલકત્તામાં 496.65 રૂપિયા, મુંબઇમાં 491.31 રૂપિયા, ચેન્નાઇમાં 481.84 રૂપિયા થઇ ગયા છે. જ્યારે સબસિડી વગરના સિલિન્ડરની કિંમતો વધીને કોલકત્તામાં 723.50, મુંબઇમાં 671.50, ચેન્નાઇમાં 712.50 રૂપિયા ભાવ થઇ ગયો છે. આ રીતે 1 જૂનથી વધેલી કિંમતોના કારણે દિલ્હીમાં સબસિડી વગરનો સિલેન્ડર 48.5 રૂપિયા મોંઘો થયો છે.
પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં ઘટાડો
સતત વધી રહેલા પેટ્રોલ-ડીઝલના ભાવમાં ત્રીજા દિવસે સામાન્ય 6 પૈસાનો ઘટાડો થયો છે. મહત્વનું છે કે સરકારે બુધવારે પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં 1 પૈસા અને ગુરૂવારે 7 પૈસાનો ઘટાડો કર્યો હતો.
આ ઘટાડો આંતરરાષ્ટ્રીય સ્તર પર તેલની કિંમતોમાં નરમી આવ્યાં પછી થઇ છે. ઇંઘણની કિંમતોમાં આ ઘટાડો 16 દિવસો પછી થયો છે. 14 મે પછી આની કિંમતોમાં સતત વધારો થતો રહ્યો હતો. આ પહેલા કર્ણાટક ચૂંટણીના કારણે 19 દિવસ સુધી ઇંઘણની કિંમતો સ્થિર રહી હતી.