કચ્છના મુંદ્રા તાલુકાના બેરાજા ગામની સીમમાં ભારતીય વાયુ સેનાનું પ્લેન ક્રેશ થયું છે. આ ઘટનામાં પાઈલટને ગંભીર ઈજાઓ થવાથી મોત થયાના અહેવાલ છે. ડિફેન્સ સ્પોક્સપર્સન લે. કર્નલ મનીષ ઓઝાએ જણાવ્યું હતું કે, આજે સવારે જામનગરથી જગુઆર એરક્રાફ્ટે રુટિન ટ્રેનિંગ મિશન માટે ઉડાન ભરી હતી, અને તે સાડા દસ વાગ્યાના અરસામાં કચ્છના મુંદ્રા તાલુકાના એક ગામમાં ક્રેશ થયું હતું. આ પ્લેનને એર કમાન્ડર સંજય ચૌહાણ ઉડાવી રહ્યા હતા. પ્લેન ક્રેશ થવાના કારણે 14 જેટલા પશુઓના પણ મોત થયા છે.