‘તારક મહેતા’ માં ડૉ. હાથીનું લોકપ્રિય પાત્ર ભજવનાર અભિનેતાનું હાર્ટ-અટેકથી નિધન

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માં ડૉક્ટર હાથીનું પાત્ર ભજવતા કવિ કુમાર આઝાદનું દુઃખદ નિધન થયું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આઝાદ કવિએ કારમાં આઠ જુલાઈના રોજ મિત્ર સાથે દારૂ પીધો હતો અને પછી ઘરે આવી ગયા હતાં. બીજા દિવસે એટલે કે 9 જુલાઈના રોજ સવારે તેમની તબિયત સારી નહોતી અને તેમણે અસિત મોદીને ફોન કરીને શૂટ પર નહીં આવે તેમ કહ્યું હતું. ત્યારબાદ પરિવાર તેમને મીરા રોડ પર આવેલી વોકહાર્ટ હોસ્પિટલમાં લઈને ગયા હતાં. જ્યાં ડોક્ટર્સે હાર્ટ એટેકને કારણે નિધન થયું હોવાનું કહીને તેમને મૃત જાહેર કર્યાં હતાં.

અસિત મોદી વ્યક્ત કર્યું દુઃખ

સીરિયલના પ્રોડ્યુસર અસિત મોદીએ ઘણાં જ દુઃખ સાથે જણાવ્યું હતું, ”સીનિયર એક્ટર કવિ કુમાર આઝાદનુ નિધન થયું છે. તેઓ સીરિયલમાં ડૉ. હાથીનું પાત્ર ભજવતા હતાં. તેમને આજ સવારે મેસિવ કાર્ડિયાક એરેસ્ટ આવ્યો હતો. તેઓ ઘણાં જ કમાલના એક્ટર હતાં. તેમને આ શો ઘણો જ પસંદ હતો. બીમાર હોવા છતાંય તેઓ શૂટિંગ માટે આવતા હતાં. તેમણે આજ સવારે મને ફોન કરીને કહ્યું હતું કે આજે તબિયત સારી ના હોવાથી શૂટ પર આવશે નહીં અને પછી તેમને આ માઠા સમાચાર મળ્યા કે તેમનું નિધન થયું છે.”

રેગ્યુલર દારૂ પીતા હતા કવિ કુમાર આઝાદ

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કવિ કુમાર આઝાદ રેગ્યુલર રીતે રોજ રાત્રે પોતાના ફ્રેન્ડ્સ સાથે દારૂ પીતા હતાં. મૂળ બિહારના કવિ કુમાર આઝાદ પોતાના પેરેન્ટ્સ તથા મોટા ભાઈ-ભાભી સાથે મીરા રોડ પર આવેલા ફ્લેટમાં રહેતા હતાં. હાલમાં ડો. હાથીના પેરેન્ટ્સ મુંબઈ બહાર એક સંબંધીના લગ્નમાં ગયા છે. તેમણે હજી સુધી લગ્ન કર્યાં નહોતાં. કવિ કુમાર આઝાદ ખાવાના ઘણાં જ શોખીન હતાં. તેઓ કેન્ડી, જંકફૂડ બહુ જ ખાતા હતાં.

આ રીતે મળ્યો હતો રોલ

‘તારક મહેતા’ માં નિર્મલ સોની ડો. હાથીનું પાત્ર ભજવતા હતાં. જોકે, આ પાત્ર માટે કવિ કુમાર આઝાદે પણ ઓડિશન આપીને રાખ્યું હતું. નિર્મલ સોનીએ આ શોમાં એક વર્ષ કામ કર્યા બાદ તેમને રિપ્લેસ કરવામાં આવ્યા હતાં. તેમના સ્થાને કવિ કુમાર આઝાદને લેવામાં આવ્યા હતાં. કવિ કુમાર આઝાદ માટે આ રોલ સૌથી મોટો બ્રેક હતો. અભિનેતા બનવાનું સ્વપ્ન જોતા દરેક યુવકો આ દિવસની રાહ જોતા હોય છે. જોકે, તેનો અનુભવ છે કે સમય કરતાં પહેલાં અને કિસ્મતથી કંઈ વધારે ક્યારેય કોઈને મળતું નથી. પોતાની જાત પર તથા ભગવાન પર વિશ્વાસ રાખો અને મહેનત કરતા રહો.

2014 માં કરાવ્યું ઓપેરશન

કવિ કુમાર આઝાદે 2014માં વેઈટ લોસની સર્જરી કરાવી હતી. સર્જરી પહેલાં તેમનું વજન 254 કિલો હતું. સર્જરી બાદ તેમનું વજન 178 કિલો થઈ ગયું હતું.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top