હાર્દિક પટેલની મોટી જાહેરાત: 25 ઓગસ્ટથી અનામત માટે બેસશે ઉપવાસ ઉપર

પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે આજે રવિવારે સવારે સોશિયલ મીડિયામાં લાઇવ થઇ જાહેરાત કરી હતી કે તેઓ આગામી 25 ઓગસ્ટના રોજથી આમરણાંત ઉપવાસ આંદોલન કરશે. જ્યા સુધી પાટીદારોને અનામત નહીં મળે ત્યા સુધી તેઓ આ આંદોલન જારી રાખશે. પાટીદાર અનામત આંદોલનને વેગ આપવા માટે હાર્દિક પટેલે આજે જણાવ્યું હતું કે આગામી 25 ઓગસ્ટ પાટીદાર ક્રાંતિ દિવસથી હું પાટીદારોને અનામત નહીં મળે ત્યા સુધી આમરણાંત ઉપવાસ આંદોલન શરુ કરીશ.

જ્યા સુધી પાટીદારોને અનામત નહીં મળે ત્યા સુધી અન્નનો એક પણ દાણો નહીં લઉ. હાર્દિક પટેલે કહ્યું હતું કે અનામત આંદોલનના કારણે પાટીદારોની સાથે સાથે અન્ય સમાજના લોકોને પણ લાભ થયો છે. અનામત આંદોલનમાં સલાહ કરતા સહયોગ આપવાની જરૂર છે.

ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલ ગરીબોના શિક્ષણને મુદ્દે મનમાની કરતી શાળાઓએ જઈને વિદ્યાર્થીઓ માટે લડતો, ગરીબ પરિવારો બરબાદ થાય છે તે દેશી દારુના વિરોધમાં બુટલેગરો સામે કાર્યવાહીની માંગણી લઈને નિકળ્યો, બુટલેગરને ત્યાં જનતા રેડ કરી તેનાથી હાર્દિકના વિરોધીઓ તે અનામતનો મુદ્દો ભટકી ગયો છે તેમ કહીને પ્રચાર કરવા લાગ્યા હતા. ત્યારે હાર્દિક પટેલે સમાજ માટે ૨૫ ઓગસ્ટ ૨૦૧૮ એટલે કે જે દિવસે પાટીદાર અનામત આંદોલનની મહારેલી થઇ હતી તે ૨૫ ઓગસ્ટ, ૨૦૧૫ ના ત્રીજા વર્ષે આમરણાંત ઉપવાસ પર બેસવાનું એલાન કર્યું છે અને સાથે જ કહ્યું છે કે જીવ આપી દઈશ પણ પાટીદાર સમાજને અનામત તો અપાવીને જ રહીશ.

હાર્દિક પટેલે દારુના અડ્ડા પર જનતા રેડ અંગે થતા સવાલો પર પણ જવાબ આપ્યા હતા અને જણાવ્યું હતુ કે અનામતની સાથે ખેડૂતો અને લોકોના મુદ્દાઓ પર પણ તેઓ લડત આપશે.હાર્દિક પટેલે એમ પણ જણાવ્યું હતું કે આગામી ત્રણ મહિનામાં કોંગ્રેસના ધારાસભ્ય અને ઠાકોર સમાજના નેતા અલ્પેશ ઠાકોર, અપક્ષ ધારાસભ્ય અને દલિત નેતા જીજ્ઞેસ મેવાણી પણ પાટીદાર અનામત આંદોલનને સમર્થન આપશે.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here